બોલીવુડના આ 6 સ્ટાર છે અજીબોગરીબ ફોબિયાના શિકાર, કોઈ ઘોડાથી ડરે છે તો કોઈ…

બોલિવુડ

લોકોને કોઈને કોઈ વાતનો ડર જરૂર રહે છે. આ ડરને આપણે ‘ફોબિયા’ તરીકે ઓળખીએ છીએ. કેટલાક લોકો ઉંચાઇથી ડરતા હોય છે તો કેટલાક લોકો પાણીથી ડરતા હોય છે. કેટલાક આગથી ડરતા હોય છે તો કેટલાક એકલતાથી ડરતા હોય છે. આ ફોબિયા એટલો વધુ હોય છે કે લોકો તેને પોતાનું ગાંડપણ કહેવા લાગે છે. તેઓ સમજી શકતા નથી કે કોઈ વ્યક્તિ કોઈ ચીજથી આટલા કેવી રીતે ડરી શકે છે. પરંતુ આ વાતનો અંદાજ માત્ર તે વ્યક્તિને હોય છે જેમને ફોબિયા છે. તેઓ તેને દૂર કરવાને બદલે, તેને ટાળવાનું બહાનું શોધવા લાગે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને હંમેશા એકલા રહેવાની ટેવ હોય છે. તેઓ તેમની સાથે વધુ લોકોને સહન કરી શકતા નથી. સામાન્ય લોકોની જેમ કેટલાક બોલીવુડ સ્ટાર્સને પણ વિચિત્ર ફોબિયાઝ છે. પડદા પર બહાદુરીથી પરફોર્મ કરનારા આ સ્ટાર્સ રિયલ લાઈફમાં કોઈ ચીજથી ડરતા હોય છે. આજની આ પોસ્ટમાં, અમે તમને બોલિવૂડ સ્ટાર્સના ફોબિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શાહરૂખ ખાન ઇક્વિનોફોબિયા – ઘોડાઓનો ડર: ફિલ્મ ‘કરણ અર્જુન’ ના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન હોર્સ રાઇડિંગના ખૂબ જ ખરાબ અનુભવમાંથી પસાર થયો છે. ત્યારથી તેમની અંદર ઘોડાઓનો ડર બેસી ગયો છે.

આલિયા ભટ્ટ નક્ટોફોબિયા – અંધકારનો ડર: કેટલાક લોકો અંધકારને બિલકુલ સહન કરી શકતા નથી. સૂતી વખતે પણ લાઈટ શરૂ રાખે છે અને તેમાંથી એક છે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટને અંધારાથી ખૂબ ડર લાગે છે.

કેટરિના કૈફ લાઇકોપર્સિકોફોબીઆ – ટામેટાંનો ડર: આ ડર સાંભળીને થોડું વિચિત્ર લાગશે. પરંતુ તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફને આ વિચિત્ર ફોબિયા છે. તે ટામેટાંથી ખૂબ ડરે છે. ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં, તેણે ટોમાટિના ફેસ્ટિવલનું ખૂબ જ મુશ્કેલથી શૂટિંગ કર્યું હતું.

દીપિકા પાદુકોણ ઓફિડિયોફોબિયા – સાપનો ડર: દીપિકા પાદુકોણ સાપથી ખૂબ ડરે છે. તેથી ફિલ્મ સાઇન કરતી વખતે તે ખાસ ધ્યાન રાખે છે કે તેની ફિલ્મમાં કોઈ સાપ વાળો સીન ન આવે.

રણબીર કપૂર કટ્સરિડાફોબિયા – કોકરોચનો ડર: ફિલ્મોમાં જબરદસ્ત એક્ટિંગ કરનાર રણબીર કપૂર કોકરોચથી ડરે છે. કોકરોચ ઉપરાંત તેમના કરડતા જીવથી પણ ખૂબ જ ડર લાગે છે.

અનુષ્કા શર્મા એમેક્સોફોબિયા – ડ્રાઇવિંગનો ડર: અનુષ્કા શર્માને ડાઈવિંગથી ડર લાગે છે. ‘મટરૂ કી બિજલી કા મંડોલા’ માં જ્યારે બાઈક પર એક સીન સૂટ કરવાનો હતો ત્યારે તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેને ઈમરાન ખાન પાછળ બેસવામાં પડ ડર લાગી રહ્યો હતો.

આમિર ખાન: થાનાટોફોબીયા – મૃત્યુનો ડર: મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે અને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટને આ સત્યથી ડર લાગે છે. ખુદ આ વાતનો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યુમાં દંગલ ફિલ્મના શૂટિંગ દરમિયાન કર્યો હતો.

સોનમ કપૂર ક્લાઉસ્ટ્રોફોબિયા – સાંકડી જગ્યાનો ડર: સોનમ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને સાંકડી જગ્યામાં જવાથી ડર છે. તેણે કહ્યું કે તે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે તેને લિફ્ટમાં ચક્કર આવવા લાગે છે.