46 વર્ષની થઈ ગઈ છે ખૂબ જ ચર્ચિત અભિનેત્રી રવીના ટંડન, જન્મદિવસ પર જુવો તેના લક્ઝરિયસ બંગલાની તસવીરો

બોલિવુડ

મોહરા, અંદાજ અપના અપના, દિલવાલે, પથ્થર કે ફૂલ, અને દમણ જેવી ફિલ્મો આપીને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવનારી જાણીતી અભિનેત્રી રવિના ટંડન લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ એમ કહેવું બિલકુલ ખોટું નથી કે તેણે 90 ના દાયકાની અભિનેત્રીઓમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. સાથે જ રવીનાનું નામ ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાં આજે પણ લેવામાં આવે છે. અને એક સમય એવો હતો જ્યારે રવીના ઇન્ડસ્ટ્રીમાં મોહરા ફિલ્મના કારણે મસ્ત મસ્ત ગર્લ તરીકે જાણીતી હતી. પરંતુ આજે રવીના ક્યાં છે તે ઘણા ઓછા લોકો જાણે છે.

26 ઓક્ટોબર, 1974 માં જન્મેલી રવીના આજે 46 વર્ષની થઈ ગઈ છે. જો આપણે વાત કરીએ તેના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તો રવીનાના પિતાનું નામ રવિ ટંડન હતું, જે એક જાણીતા ફિલ્મ નિર્માતા રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં રવીનાએ મોડેલિંગ દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને જો તેની બોલીવુડની પહેલી ફિલ્મની વાત કરીએ, તો તે પત્થર કે ફુલ હતી, જેમાં તેણે કમાલની એક્ટિંગ કરી હરી. તેને તેની પહેલી ફિલ્મથી જ મોટો સ્ટારડમ મળ્યો.

જો આપણે વાત કરીએ તેની પર્સનલ લાઇફની તો, વર્ષ 2004 માં તેણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થદાની સનાદ સાથે લગ્ન કર્યા અને આજે તેમને બે બાળકો પણ છે. સાથે જ તેણે બે પુત્રીને દત્તક લીધી છે, જેમના નામ પૂજા અને છાયા છે. પતિ અને બાળકો સાથે રવીના મુંબઇના બાંદ્રામાં રહે છે, જ્યાં તેનો પોતાનો 3 માળનો લક્ઝરી બંગલો છે. સમુદ્રની નજીક આવેલા આ બંગલાનું નામ ‘નીલયા’ છે.

અભિનેત્રીએ તેના આ લક્ઝરી બંગલાને ખૂબ જ સુંદર રીતે સજાવ્યો છે. અને તેમના બંગલામાં હાજર કાળા પથ્થરો અને ઝાડ એક અલગ જ લુક આપે છે. તેનું ઘર ખૂબ જ ઓપન ડિઝાઇનથી બનેલું છે. તેના લિવિંગ રૂમમાં નેચરલ સનલાઈટ આવે છે. સાથે જ લિવિંગ રૂમ પણ એકદમ ખુલ્લો લાગે છે. જણાવી દઈએ કે બંગલાને સજાવવાની બધી જ ચીજો રવીનાની પસંદગી છે. તેમના આખા બંગલામાં વુડન ફ્લોરિંગ્સ લગાડેલી છે.

ઘરમાં લાઇટ્સ અને દિવાલો પણ રવીના એ ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરી છે, જેના કારણે તેનું ઘર ખૂબ જ સુંદર લાગે છે. ઘણીવાર રવીના જ્યારે વિદેશ જાય છે તો ત્યાંથી પણ તે ડેકોરેશનની ચીજો લાવે છે. સાથે જ તેમણે ફર્નિચર અને પડદાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે અને ઘરમાં એક નેચરનો સ્પર્શ પણ ખૂબ જ સુંદર રીતે આપ્યો છે.

બંગલાની સુંદરતા જોઇને એમ કહી શકાય કે રવીનાના વિચાર ખૂબ ક્લાસિક છે. તે જ સમયે, તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને કેરળમાં બનાવેલું ઘર ખૂબ જ પસંદ છે. તેને ધ્યાનમાં રાખીને તેણે પોતાના નવા ઘરનું ડિઝાઇનિંગ કર્યું છે. કાળા, ગ્રે અને લાલ પત્થરોથી શણગારેલા આ બંગલામાં એક ભવ્ય મંદિર પણ છે. રવીનાના જણાવ્યા અનુસાર તેમણે ઘરને ડિઝાઈન કરતી વખતે તેણે વાસ્તુનું પણ પૂરું ધ્યાન રાખ્યું હતું અને આ જ કારણ છે કે મંદિરમાં આખો દિવસ સૂર્યનઓ પ્રકાશ પડે છે.

Leave a Reply

Your email address will not be published.