શનિદેવને તેલ છે ખૂબ જ પસંદ, શનિવારે તેલથી કરો આ ઉપાય દરેક ઈચ્છા થશે પૂર્ણ

ધાર્મિક

શનિવાર શનિદેવનો દિવસ છે. શનિદેવને તેલ ખૂબ પસંદ હોય છે. આપણે આપણી આસપાસ ઘણી વખત જોઈએ છીએ કે આ દિવસે કેટલાક પંડા-પુજારીઓ તેલ માંગવા આવે છે. આટલું જ નહીં, માનવ જીવનમાં પણ તેલનું ખૂબ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં, શનિને ન્યાયના દેવતા અને ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેમને ન્યાયાધીશનો દરજ્જો મળ્યો છે. જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ લોકોને તેમના કાર્યો અનુસાર ન્યાય આપે છે. જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ નકારાત્મક હોય છે, તેને સુધારવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવે છે, તેમાં જે ચીજોનો ઉપયોગ થાય છે તેમાંથી તેલ એક મહત્વપૂર્ણ ચીજ છે. આજે આપણે જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ક્યા તેલનો કેવો ઉપયોગ છે.

ચમેલીનું તેલ: દર મંગળવાર કે શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચળાવવું જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુભ ફળદાયક માનવામાં આવે છે. આ તેલનો દીવો પ્રગટાવો જોઈએ નહીં, પરંતુ તેમના શરીર પર તેલ લગાવવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી બધી ઈચ્છા પૂર્ણ થાય છે. સાથે જ તે વ્યક્તિ પર હનુમાનજીના આશીર્વાદ રહે છે. આ વાત દરેક જાણે છે કે હનુમાનજી અને શનિદેવ વચ્ચે ઘણી નિકટતા છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરે છે, તો તે વ્યક્તિ શનિદેવની ખરાબ નજરથી બચી જાય છે.

સરસવનું તેલ: જો શનિ ગ્રહ દૂષિત છે અને કામ બગડી રહ્યા છે, તો એક વાટકીમાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનો પડછાયો જોઈને તેને શનિવારના દિવસે સાંજે શનિદેવના મંદિરમાં રાખી આવો. આ ઉપરાંત તમે શનિદેવને અલગથી પણ તેલ ચળાવી શકો છો. આ ઉપાય કરવાથી તમારા પર શનિદેવના આશીર્વાદ હંમેશા રહેશે.

તલ નું તેલ: જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સતત 41 દિવસ સુધી પીપળના ઝાડની નીચે તલના તેલનો દીવો પ્રગટાવવાથી અસાધ્ય રોગોમાં ઘણો ફાયદો મળે છે અને દર્દી સ્વસ્થ બને છે. વિવિધ સાધનાઓ અને સિધ્ધીઓ મેળવવા માટે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાનો નિયમ પણ છે.

જણાવી દઈએ કે સરસવના તેલનું સેવન સ્વાસ્થ્ય માટે તો સારું જ હોય છે, આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. જો વ્યક્તિ કોઈ શારિરીક પીડાથી પરેશાન છે, તો તેણે શનિવારે સરસવના તેલમાં દોઢ કિલો બટાટા અને રીંગણનું શાક બનાવીને, સાથે સવા કિલો લોટની પૂરી સરસવના તેલમાં બાંધીને આંધડા, લંગડા અને ગરીબ લોકોને ભોજન કરાવવું જોઈએ. આ ઉપાય ઓછામાં ઓછા 3 શનિવાર સુધી કરો. તેનાથી શારીરિક પીડા દૂર થાય છે. આ ઉપરાંત ધન મેળવવા માટે સરસવના તેલના દીવામાં લવિંગ મૂકી હનુમાનજીની આરતી કરો. તેનાથી સંકટ દૂર થશે અને ધન લાભ પણ મળશે. બીજી તરફ સુખી પારિવારિક જીવન માટે કોઈપણ આશ્રમમાં લોટ અને સરસવનું તેલ દાન કરો. તેનાથી તમારા પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

જો તમારા ધંધા કે નોકરીમાં મંદી ચાલી રહી છે, તો પછી તમે કોઈ સ્વચ્છ બોટલમાં સરસવનું તેલ ભરીને તે બોટલને કોઈ તળાવ અથવા વહેતી નદીમાં પ્રવાહિત કરી દો. ટૂંક સમયમાં જ મંદી દૂર થશે અને ધંધા અથવા નોકરીમાં પ્રગતિ મળશે.