માંગમાં સિંદૂર લગાવીને જોવા મળી 47 વર્ષીય ગીતા કપૂર, જાણો શું સાચે જ લગ્ન કરી લીધા છે

બોલિવુડ

બોલિવૂડમાં એવા ઘણા લોકો છે જેમની ઉમર 40 વર્ષથી વધુ છે પરંતુ છતા પણ સિંગલ છે. આ ફિલ્મી સ્ટાર્સ પાસે સારો લુક, ખૂબ પૈસા અને ફેમ બધુ જ છે પરંતુ છતા પણ કોઈને કોઈ કારણસર તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી. બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપુર પણ તેમાંની એક છે.

ગીતા કપૂરના લગ્નને લઈને ચાહકો હંમેશા આતુર રહે છે. મીડિયામાં પણ તેને ઘણી વાર આ સવાલ પૂછવામાં આવે છે કે તે ક્યારે લગ્ન કરશે. પરંતુ આજ સુધી ગીતાને પોતાનો મિસ્ટર રાઈટ મળ્યો નથી. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર ગીતા કપૂરની માંગમાં સિંદૂર વાળી કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં ગીતા કપૂર રેડ સૂટમાં જોવા મળી રહી છે. આ લાલ રંગ તેમના પર ખૂબ જ સુંદર લાગે છે. તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે, આ તસવીરોની વિશેષ વાત એ છે કે 47 વર્ષની કુવારી ગીતા કપૂર પહેલી વાર માંગમાં સિંદૂર ભરીને જોવા મળી. આવી સ્થિતિમાં ચાહકો સતત ગીતાને સવાલો પૂછી રહ્યા છે કે, શું તમે ખરેખર લગ્ન કરી લીધા છે?

ગીતા એ પોતે જ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ચાહકો આ તસવીરને ખૂબ લાઈક કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 96 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ તસવીરો શેર કરતાં ગીતાએ કેપ્શનમાં લખ્યું છે- શૂટિંગ માટે તૈયાર છું.

ગીતાની માંગમાં ભરેલો સિંદૂર જોઈને સવાલ હજી પણ ઉઠી રહ્યો છે કે ક્યાંક તેમણે ચોરી છિપે લગ્ન તો નથી કરી લીધાને? જો સમાચારની વાત માનીએ તો ગીતાએ લગ્ન કર્યા નથી. જોકે તેણે લગ્ન કર્યા વગર માંગમાં સિંદૂર શા માટે ભર્યું છે તે આજે પણ રહસ્ય છે. તેનો જવાબ ગીતા જ આપી શકે છે.

કામની વાત કરીએ તો ગીતા કપૂરે ફિઝા (2000), અશોકા (2001), સાથિયા (2002), હે બેબી (2007), અલાદિન (2009) જેવી ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. હાલમાં તે ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ માં જજ તરીકે જોવા મળે છે. આ શોથી તેને ઓળખ મળી છે.

ગીતા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 11 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહીં તે ચાહકો સાથે તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે શો ‘સુપર ડાન્સર’ માં પણ ગીતા મેમના લગ્નને લઈને ઘણી વાર હસી મજાક થતી રહે છે.