5 મહીનાનો થયો સોનમ કપૂરનો પુત્ર વાયૂ કપૂર આહૂજા, કપલ એ કોકોમેલન થીમ વાળી કેક કટ કરીને કર્યું સેલિબ્રેશન, જુવો તેની આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડની ફેશન ક્વીન કહેવાતી સોનમ કપૂર આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફથી દૂર પોતાની મધરહુડ લાઈફને એન્જોય કરી રહી છે. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ ગયા વર્ષે 20 ઓગસ્ટ 2022ના રોજ તેમના જીવનમાં પહેલા સંતાન તરીકે એક પુત્રનું સ્વાગત કર્યું હતું.

પોતાના જીવનમાં પોતાના પુત્રના આગમન પછી સોનમ કપૂર અને આનંદ આહુજાએ તેમની પેરેન્ટહુડ સફરની શરૂઆત કરી છે. આ કપલએ તેમના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. પોતાના પુત્રનું પોતાના જીવનમાં સ્વાગત કર્યા પછી આ કપલનું જીવન આનંદમય બની ગયું છે કારણ કે માતાપિતા બન્યા પછી આ કપલની ખુશી સાતમા આસમાન પર પહોંચી ચુકી છે.

સોનમ કપૂર અને આનંદ આહુજાનો પુત્ર વાયુ કપૂર આહુજા 20 જાન્યુઆરી, 2023ના રોજ 5 મહિનાનો થઈ ગયો છે અને આ ખાસ પ્રસંગને સોનમ કપૂર અને આનંદ આહુજાએ ખૂબ જ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો છે અને સાથે જ વાયુ કપૂરની માતા સોનમ કપૂરે આ ખાસ દિવસને સ્પેશિયલ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો છે.

પુત્ર વાયુના 5મંથ બર્થડે સેલિબ્રેશન પર સોનમ કપૂર અને આનંદ આહુજાએ એક કોકોમેલન-થીમ વાળી કેક તૈયાર કરી, જેનો આકાર તરબૂચના ટુકડા જેવો હતો અને કેકની અંદર કેટલાક બાળકો બેઠેલા જોવા મળી રહ્યા છે. સોનમ કપૂરે પોતાના પુત્ર વાયુ કપૂર આહુજાના 5મંથ બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેણે પોતાના પુત્રના જન્મદિવસની કેકની ઝલક પણ બતાવી છે.

આ બર્થડે કેક એ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને સાથે જ આ સ્પેશિયલ બર્થડે કેકની તસવીર શેર કરતી વખતે સોનમ કપૂરે તેના પુત્ર વાયુ કપૂર આહુજાને 5મંથ બર્થડેની શુભેચ્છા પાઠવી છે અને તેણે આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “મારું બાળક 5 વર્ષનું થઈ ગયું છે! આભાર @cocoatease.” જણાવી દઈએ આ પહેલા, 24 ડિસેમ્બર 2022 ના રોજ અનિલ કપૂરનો જન્મદિવસ હતો અને તેમણે પોતાના પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અનિલ કપૂરના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી.

આ પહેલા સોનમ કપૂર અને આનંદ આહુજાએ તેમનો પુત્ર ત્રણ મહિનાનો થવા પર તેનો 3મંથ જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો હતો, અને સાથે જ પુત્ર 3 મહિનાનો થવા પર સોનમ કપૂર અને આનંદ આહુજાએ પોતાના પુત્રની પહેલી ક્યૂટ ઝલક શેર કરી હતી. ઝલક શેર કરવામાં આવી હતી, જેણે દરેકના મન મોહી લીધા હતા.સોનમ કપૂર અને આનંદ આહુજાનો પુત્ર વાયુ 5 મહિનાનો થઈ ચુક્યો છે, જોકે હજુ સુધી આ કપલએ પોતાના પુત્રનો ચેહરો દુનિયાને બતાવ્યો નથી. સોનમ કપૂર જ્યારે પણ સોશિયલ મીડિયા પર તેના પુત્રની તસવીર શેર કરે છે ત્યારે તેના પુત્રનો ચેહરો ઢાકી દે છે.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનમ કપૂરને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે ક્યારે તેના પુત્ર વાયુ કપૂર આહુજાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે. આ સવાલના જવાબમાં સોનમ કપૂરે કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે જ્યાં સુધી તે મોટો ન થઈ જાય ત્યાં સુધી, હું તસવીર પોસ્ટ કરીશ. ખરેખર તેની તસવીરો ત્યારે શેર કરવામાં આવશે જ્યારે તે પોતે આવું કરવાનો નિર્ણય લેશે.’