લગ્નમાં આટલો સુંદર લહેંગો પહેરશે વરુણની દુલ્હન, જુવો તેની તસવીરો અને જાણો ક્યા કલાકારો શામેલ થશે આ લગ્નમાં

બોલિવુડ

અભિનેતા વરૂણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બંને 24 જાન્યુઆરીએ અલીબાગમાં સાત ફેરા લેશે. કોરોના મહામારીને કારણે, આ લગ્નમાં મર્યાદિત માત્રામાં જ મહેમાનો પહોંચી શકશે. પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ આ લગ્નમાં શામેલ થવા માટે તૈયાર છે.

જણાવી દઈએ કે, હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે નતાશા દલાલના લહેંગાની છે. આ વાયરલ તસવીરમાં નતાશાનો લહેંગો જોવા મળી રહ્યો છે. સમાચાર છે કે 24 જાન્યુઆરીએ નતાશા તેના લગ્નમાં આ લહેંગો પહેરશે. ખરેખર ગઈકાલે સાંજે નતાશાના ઘરે ટીમના સભ્યો તેના આઉટફિટ્સ સાથે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થઈ રહી છે. લહેંગાની સાથે નતાશાના ઘરે મીઠાઇના ડબ્બા પણ પહોંચી ગયા છે.

તસવીર જોઇને એવું માનવામાં આવે છે કે વરૂણની દુલ્હને લગ્ન માટે પેસ્ટલ શેડનો લહેંગો પસંદ કર્યો છે. તસવીરમાં તમે જોશો કે લહેંગામાં બીડ્સ અને ડાયમંડનું વર્ક કરવામાં આવ્યું છે. દેખાવમાં આ લહેંગો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અને જ્યારે નતાશા આ લહેંગો પહેરશે ત્યારે તે તેની સુંદરતામાં વધારો કરશે.

અમુદ્રની પાસે લેશે સાત ફેરા: નોંધપાત્ર વાત એ છે કે, 24 જાન્યુઆરીએ નતાશા અને વરૂણના લગ્ન મહારાષ્ટ્રના અલીબાગમાં થશે. સમાચાર છે કે લગ્ન સ્થળને પણ શણગારવામાં આવી રહ્યું છે. અહીંની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જ્યારે ડેકોરેશનના કેટલાક વીડિયો પણ જોવા મળ્યા છે. આ લગ્ન અલીબાગના મેન્શનમાં થશે. તમને જણાવી દઈએ કે મેન્શન સમુદ્રની ખૂબ નજીક છે.

ઈંડસ્ટ્રીના આ સ્ટાર્સ થશે શામેલ: વરુણ ધવન હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા છે અને તેના પિતા ડેવિડ ધવન પણ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક છે. વરુણ અને નતાશાના લગ્ન માટે કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સારા અલી ખાન, અર્જુન કપૂર-મલાઈકા અરોરા, જાહ્નવી કપૂર-ખુશી કપૂર, કેટરિના કૈફ, નીતુ કપૂર, કિયારા અડવાણી, અનિલ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શુક્રવારથી આ લગ્નની શરૂઆત સંગીત સેરેમનીથી થશે.

વરુણ અને નતાશાના લગ્ન માટે આલિયા ભટ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આલિયા અને વરુણ ખૂબ સારા મિત્રો છે. આલિયા વરૂણના લગ્નમાં તેના બોયફ્રેન્ડ અભિનેતા રણબીર કપૂર સાથે જોડાશે. અને અભિનેતા સલમાન ખાન પણ આ લગ્નમાં ભાગ લેશે. જણાવી દઈએ કે સલમાન અને વરૂણના પિતા ડેવિડ વચ્ચે ખૂબ સારા સંબંધ છે.

Leave a Reply

Your email address will not be published.