1 વર્ષ પહેલા નતાશા સાથે વરૂણ ધવને કર્યા હતા લગ્ન, લગ્નની પહેલી એનિવર્સરી પર જુવો તેમની કેટલીક સુંદર તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાના ઉભરતા અભિનેતા વરુણ ધવનના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આજે એટલે કે 24 જાન્યુઆરી ના રોજ ફિલ્મ ડિરેક્ટર ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવને પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લીધા હતા. વરુણ અને નતાશાના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.

વરુણ અને નતાશાએ મહારાષ્ટ્રના અલીબાગમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં વધારે મહેમાનો શામેલ થયા ન હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખૂબ જ ખાનગી રીતે લગ્ન સંપન્ન થયા હતા. સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચાહકો આ કપલને લગ્નની પહેલી એનિવર્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ બંનેને ચાહકો તરફથી ખૂબ જ અભિનંદનના સંદેશા મળી રહ્યા છે, સાથે જ વરૂણ એ પોતે પણ પોતની પત્નીને લગ્નની પહેલી એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે અને આ દરમિયાન અભિનેતાએ ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમાંથી ઘણી તસવીરો એવી હશે જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય. તો ચાલો એક નજર વરુણ અને નતાશાના લગ્નની તસવીરો પર કરીએ.

લગ્નની પહેલી એનિવર્સરી પર વરુણ ધવને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. જેમાં જયમાલાથી લઈને અન્ય વિધિઓ સુધીની તસવીરો શામેલ છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે બંને ખૂબ જ ખુશ છે અને કપલ હસતા જોવા મળી રહી છે. ચહેરા પર ખુશી તો હશે જ કારણ કે બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી અને પછી લગ્ન પણ કરી લીધા.

નોંધપાત્ર છે કે વરુણે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે અલીબાગના ધ મેન્શન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ આ લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા હતા.

પોતાના લગ્નમાં વરુણે સફેદ અને સિલ્વર કલરની શેરવાની પહેરી હતી. તેમાં અભિનેતા ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. સાથે જ તેમની દુલ્હન એ સફેદ અને સિલ્વર કલરનો લહેંગો પોતાના લગ્ન માટે પસંદ કર્યો હતો. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે વરુણની પત્ની નતાશા વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે અને જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નતાશાએ પોતે જ પોતાનો વેડિંગ ડ્રેસ ડિઝાઇન કર્યો હતો. જો કે ડિઝાઈન ભલે કોઈએ પણ કરી હોય નતાશા તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

નતાશા અને વરુણે કોરોના મહામારી દરમિયાન અલીબાગમાં ફેરા લીધા હતા. કોરોનાની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને, કપલના લગ્નમાં માત્ર 50 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં હિન્દી સિનેમાના કેટલાક કલાકારો શામેલ થયા હતા.

જણાવી દઈએ કે વરુણ અને નતાશા એક બીજાને બાળપણથી ઓળખે છે. કહેવાય છે કે બંને સ્કૂલમાં સાથે ભણતા હતા અને સ્કૂલના સમય દરમિયાન જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. વરુણે જ્યારે નતાશાને સ્કૂલમાં કાફેટેરિયામાં પહેલી વખત જોઈ, ત્યારે અભિનેતા તેના પર પોતાનું દિલ હારી ગયા હતા.

વરુણ અને નતાશા પહેલા મિત્રો બન્યા અને પછી જ્યારે બંને થોડા વધુ સમજદાર થયા તો બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. વરુણ જણાવી ચુક્યા કે બંનેએ 11 કે 12 માથી ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

વરુણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘મેં તેરા હીરો’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘દિલવાલે’, ‘ઢિશૂમ’, ‘જુડવા 2’, ‘ABCD 2’ અને ‘બદલાપુર’ જેવી સફળ ફિલ્મોમાં તે જોવા મળી ચુક્યા છે. વરુણની આગામી ફિલ્મોમાં ‘ભેડિયા’ અને ‘જુગ જુગ જિયો’ શામેલ છે. વરુણ છેલ્લી વખત ડિસેમ્બર 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુલી નંબર વન’માં જોવા મળ્યા હતા.