આઈસોલેશનમાં વરુણ ધવને બનાવી લીધી છે કંઈક આવી હાલત, તસવીરોમાં ઓળખવો પણ છે મુશ્કેલ, જુવો તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અવારનવાર કોઈ ને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે. થોડા દિવસો પહેલા જ તે કોરોના પોઝિટિવ થયો હતો. આવું ચંદીગઢમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગ દરમિયાન બન્યું હતું. તેની સાથે અભિનેત્રી નીતુ કપૂર અને ફિલ્મ ડિરેક્ટર રાજ મહેતા પણ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના પોઝિટિવ બન્યા પછીથી વરૂણ આઈસોલેશનમાં છે. આ સમય દરમિયાન તે સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો લુક જોવા મળી રહ્યો છે. એટલે કે પહેલી તસવીરમાં તે યંગ છે, જ્યારે બીજી તસવીરમાં તે વર્તમાન લુકમાં છે જ્યારે ત્રીજી તસવીરમાં તે વૃદ્ધ દેખાઈ રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘આઇસોલેશનમાં જિંદગી. મને વધતી ઉંમરમાં જોવા માટે જમણી બાજુ સ્વાઇપ કરો. ‘

વરુણ ધવનનો આ આઇસોલેશન લુક ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને વરૂણની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી છે. જણાવી દઈએ કે વરૂણે આ તસવીર એક ફોટો એડિટિંગ એપ્લિકેશનની મદદથી બનાવી છે. તેમની આ પોસ્ટને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ ચાહકો લાઈક કરી ચૂક્યા છે. અને લોકોના અલગ-અલગ રિએક્શન પણ આવી રહ્યા છે. જણાવી દઈએ કે વરુનની સેંસ ઓફ હ્યૂમર હંમેશાથી કમાલની રહી છે.

કામની વાત કરીએ તો વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કૂલી નંબર 1’ 25 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. તેને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સિવાય ફિલ્મના ગીતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તજેતરમાં જ વરુણે ફિલ્મનું ‘મમ્મી કસમ’ ગીત ટ્વીટ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.