2 વર્ષની થઈ અનુષ્કા શર્મા- વિરાટ કોહલી ની લાડલી ગુડિયા, કોના જેવી દેખાય છે વામિકા, અહીં જુવો તેની પ્રેમાળ તસવીરો

બોલિવુડ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દુનિયાની સૌથી પ્રિય કપલમાંથી એક છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી કોઈને કોઈ કારણોસર ચર્ચાનો વિષય બની રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું જીવન તે સમયે ખુશીઓથી ભરાઈ ગયું હતું જ્યારે 11 જાન્યુઆરી 2021ના રોજ કપલના ઘરે તેમની લાડલી પુત્રી વામિકાનો જન્મ થયો હતો.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની અને તેમની પુત્રીની તસવીરો શેર કરતા રહે છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની લાડલી પુત્રી વામિકા 2 વર્ષની થઈ ચુકી છે.

11 જાન્યુઆરી, 2023 ના રોજ બંને તેમની પુત્રીનો બીજો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગ પર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ખાસ તસવીરો શેર કરી છે. હા, પુત્રીના બીજા જન્મદિવસ પર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સુંદર તસવીરો શેર કરીને તેના પર અપાર પ્રેમ વરસાવ્યો છે.

પુત્રી વામિકાના જન્મદિવસ પર અનુષ્કા શર્મા એ શેર કરી ક્યૂટ તસવીરો: અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી, 2023ના રોજ પોતાની લાડલી પુત્રી વામિકાના બીજા જન્મદિવસના ખાસ પ્રસંગ પર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં માતા-પુત્રીની જોડી ખૂબ જ પ્રેમાળ લાગી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. તસવીરમાં અનુષ્કા શર્મા કોઈ પાર્કમાં ખુરશી પર પુત્રીને ખોળામાં લઈને બેઠેલી જોવા મળી રહી છે. જ્યારે વામિકા તેની માતાને કિસ કરતા જોવા મળી રહી છે.

અનુષ્કા શર્માએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “બે વર્ષ પહેલા મારું દિલ ખુલી ગયું હતું.” અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા શેર કરેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીર પર સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક ખૂબ પ્રેમ લુટાવતા જોવા મળી રહ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રીનો ચેહરો આવ્યો સામે: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ લોકપ્રિય છે પરંતુ છતાં પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાની પુત્રીને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. અત્યાર સુધી બંનેએ પોતાની લાડલી પુત્રી વામિકાનો ચેહરો બતાવ્યો નથી. પરંતુ બીજા જન્મદિવસ પહેલા જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી વામિકાનો ચેહરો દુનિયાની સામે આવી ગયો છે. વિરાટ-અનુષ્કાએ પોતાની પુત્રીનો ચેહરો છુપાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ આ વખતે તેમનો કોઈ પ્લાન સફળ થયો નહીં.

જો કે, આ પહેલા પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની લાડલી પુત્રી વામિકાનો ચેહરો નેશનલ ટેલિવિઝન પર જોવા મળી ચુક્યો છે. આ તસવીર સ્ટેડિયમમાં લેવામાં આવી હતી. આ તસવીર પણ ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. જોકે વામિકાની સામે આવેલી તસવીર જોયા પછી કહેવું પડશે કે વામિકા કોહલી પોતાના પિતા વિરાટ કોહલીની ટૂ કોપી છે. જો તમને વિશ્વાસ આવી રહ્યો નથી તો વિરાટ કોહલીની બાળપણની તસવીર જોઈ લો.