વાયરલ થઈ અનુષ્કા-વિરાટની પુત્રીની તસવીર: જુવો વામિકાની પહેલી ઝલક

રમત-જગત

અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેનો પતિ વિરાટ કોહલી બંને સેલિબ્રિટી છે તેથી બંને હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. અનુષ્કા અને વિરાટના અફેરથી લઈને લગ્ન સુધી મીડિયામાં બંને છવાયેલા રહ્યા. લગ્ન પછી પણ બંને મીડિયામાં હેડલાઇન્સ બનાવતા રહે છે. હવે તેમની પુત્રી વામિકા પણ પોતાના મમ્મી-પપ્પાના પગલે ચાલી રહી છે. વામિકાની મીડિયામાં ચર્ચા તો ખૂબ થાય છે પરંતુ તેના ચહેરાની સાથે પૂરી તસવીર હજુ સુધી લોકો સામે આવી નથી. વિરાટ અને અનુષ્કાએ ક્યારેય પોતાની પુત્રી વામિકનો ચહેરો જાહેરમાં બતાવ્યો નથી. પરંતુ ઈચ્છા ન હોવા છતાં વામિકાનો ચહેરો આખી દુનિયા સામે આવી ગયો છે. આ કેવી રીતે થયું ચાલો તમને આગળ જણાવીએ.

LED ડિસ્પ્લે સ્ક્રીન પર દેખાયો વામિકનો ચહેરો: ખરેખર, રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં છેલ્લી વનડે મેચ રમાઈ રહી હતી. જ્યાં અનુષ્કા શર્મા પુત્રી વામિકા સાથે વિરાટ કોહલીને ચીયર કરવા પહોંચી હતી. પછી શું હતું, મેચ કવર કરી રહેલા એક કેમેરાની નજર તેના પર પડી ગઈ અને સ્ટેડિયમમાં લગાવેલી LED ડિસ્પ્લે સ્ક્રીન પર અનુષ્કા અને તેની પુત્રી વામિકા બંને દેખાવા લાગ્યા. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તરત જ આ પ્રસંગને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયોમાં અનુષ્કાના ખોળામાં વામિકા રમતા જોવા મળી રહી છે.

પિંક ફ્રોકમાં બેબી ડૉલ લાગી રહી હતી વામિકા: વાયરલ તસવીરમાં અનુષ્કા શર્મા બ્લેક શોર્ટ ડ્રેસ અને વામિકા પિંક કલરના ફ્રોકમાં જોવા મળી રહી છે. પિંક ફ્રોકમાં વામિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ પહેલીવાર છે જ્યારે વામિકાનો ચહેરો લોકોની સામે આવ્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પુત્રી વામિકાની ઘણી તસવીરો શેર કરી છે પરંતુ ક્યારેય ચહેરો બતાવ્યો નથી.

2021માં થયો વામિકાનો જન્મ: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 જાન્યુઆરી, 2021ના રોજ પુત્રી વામિકાનું સ્વાગત કર્યું હતું. પુત્રી વામિકાના જન્મની માહિતી ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર દ્વારા આપી હતી. વિરાટે ટ્વીટ કરતા લખ્યું હતું, ‘અમને બંનેને એ જણવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે આજે બપોરે અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી પુત્રી બંને બિલકુલ સ્વસ્થ છે અને અમારું આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું.’