વડ સાવિત્રી વ્રત રાખવાથી મળે છે અખંડ સૌભગ્યવતીના આશીર્વાદ, વાંચો વડ સાવિત્રી વ્રત સાથે જોડાયેલી કથા

ધાર્મિક

વડ સાવિત્રીનું વ્રત સુહાગન મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે અને આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે. પરિવારની સુખ-શાંતિ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રત સાથે જોડાયેલી માન્યતા મુજબ વડ વૃક્ષની નીચે બેસીને ક સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને બીજી વખત જીવિત કર્યા હતા. ત્યારથી આ વ્રત રાખવમાં આવે છે અને આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

વડ સાવિત્રી વ્રત તિથિ: આ વર્ષે આ વ્રત 10 જૂન 2021 ના રોજ આવી રહ્યું છે. આ દિવસે અમાસ પણ છે. જે 09 જૂન બપોરે 01:57 વાગ્યે શરૂ થશે. 10 જૂન સાંજે 04:22 વાગ્યે દૂર થશે.

વડ સાવિત્રી વ્રતનું મહત્વ: વટ સાવિત્રી વ્રત કરવાથી પતિ ને લાંબુ આયુષ્ય અને પરિવારમાં સુખ શાંતિ આવે છે. વડ સાવિત્રી વ્રતમાં ‘વડ’ અને ‘સાવિત્રી’ બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના વૃક્ષને પણ શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. પુરાણો મુજબ વડ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ હોય છે. આ વ્રત દરમ્યાન વડના ઝાડની પૂજા કરવાથી ત્રણેય દેવ ખુશ થાય છે.

આ રીતે રાખવામાં આવે છે વ્રત: વ્રત વાળા દિવસે મહિલાઓ સવારે ઉઠીને પૂજા કરે છે અને વ્રત રાખવાનો સંકલ્પ કરે છે. સંકલ્પ કર્યા પછી આખો દિવસ નિર્જળ રહે છે. સાંજે વડના વૃક્ષની પૂજા સાંજે કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતની પૂજા માટે એક વાંસની ટોપલીમાં સાત પ્રકારના અનાજ રાખવામાં આવે છે. જે કાપડના બે ટુકડાથી ઢાંકવામાં આવે છે. એક ટોપલીમાં દેવી સાવિત્રીની મૂર્તિ પણ રાખવામાં આવે છે. વડ વૃક્ષ પર મહિલાઓ જળ ચળાવીને કુમકુમ, અક્ષત ચળાવે છે. પછી સૂતરનો દોરો વડ વૃક્ષ સાથે બાંધીને સાત પરિક્રમા કરે છે. ત્યાર પછી મહિલાઓ કથા સાંભળે છે.

સાવિત્રીની વ્રત કથા: એવું માનવામાં આવે છે કે વટ વૃક્ષની નીચે બેસીને ક સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને બીજી વખત જીવિત કર્યા હતા. દંતકથા મુજબ સાવિત્રી નામની સ્ત્રી હતી. સાવિત્રીના પતિનું નામ સત્યવાન હતું. એક દિવસ સત્યવાનના માથામાં વધારે દુઃખાવો થવા લાગ્યો. ત્યારે સાવિત્રીએ વડના વૃક્ષની નીચે પોતાના ખોળામાં પતિનું માથું રાખીને તેને સૂવડાવી દીધા. તે જ સમયે સાવિત્રીએ જોયા તેમના યમદૂત સાથે યમરાજા આવી પહોંચ્યા છે અને સત્યવાનને પોતાની સાથે લઈને જવા લાગ્યા. આ જોઈને સાવિત્રી પણ યમરાજની પાછળ-પાછળ ચાલી ગઈ.

સાવિત્રીને તેની પાછળ આવતા જોઈને યમરાજે કહ્યું, હે પતિવ્રતા સ્ત્રી! પૃથ્વી સુધી જ પત્ની તેના પતિનો સાથ આપે છે. હવે તમે પાછા જાઓ. તેમની આ વાત પર સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારા પતિ રહેશે મારે તેમની સાથે રહેવું છે. આ મારો પત્ની ધર્મ છે. સાવિત્રીના ચહેરા પરથી આ જવાબ સાંભળીને યમરાજ ખૂબ પ્રસન્ન થયા. તેમને સાવિત્રીને ત્રણ વરદાન માંગવા કહ્યું. ત્યારે સાવિત્રીએ સાસુ-સસરા માટે આંખની રોશની માંગી, સસરાનું ખોવાયેલું રાજ્ય પરત માંગ્યું અને તેના પતિ સત્યવાનના સો પુત્રોની માતા બનવાનું વરદાન માંગ્યં. સાવિત્રીના આ ત્રણ વરદાન સાંભળ્યા પછી, યમરાજે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું- તથાસ્તુ! આવું જ થશે.

ત્યાર પછી સાવિત્રી વડના વૃક્ષ પાસે પરત આવી. જ્યાં સત્યવાન મૃત્યુ પામ્યા હતા. સત્યવાનના મૃત શરીરમાં ફરીથી જીવ આવ્યો. આ રીતે સાવિત્રીએ પોતાના પતિવ્રતા થી પતિન્ને પુનર્જીવિત કર્યા. ત્યારથી વડ સાવિત્રી અમાસ અને વડ સાવિત્રી પૂનમના દિવસે વડના વૃક્ષની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ. આ વ્રત કરવાથી સૌભાગ્યવતી મહિલાઓની ઈચ્છા પૂર્ણ થાય ચેહ અને તે અખંડ સૌભાગ્યવતી રહે છે.