સોના કરતા પણ કિંમતી છે વપરાયેલી ચા, તેને ફેંકતા પહેલા જરૂર જાણી લો આ બાબત

હેલ્થ

ઘણા લોકોને ચા અથવા કોફી પીવાનું પસંદ હોય છે અને ઘણા લોકો દરરોજ એક કપ ચા પીતા હોય છે. તે જ સમયે, ચા બનાવ્યા પછી આપણે ઘણી વાર ચાને ગાળીએ છીએ અને ગાળેલી ચાને ફેંકી દઇએ છીએ. જો તમે પણ ગાળેલી ચા ફેંકી દો છો તો એવું ન કરો. આ ચાનો ઉપયોગ કરીને તમે અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને ચહેરાનો રંગ નિખારી શકાય છે. ચા અથવા કોફીનો ઉપયોગ કઈ-કઈ ચીજોથી રાહત મેળવવા માટે કરી શકાય છે. તેની જાણકારી આ મુજબ છે.

ત્વચાને સારી રીતે સાફ કરે: ચા અથવા કોફી ગ્રાઉન્ડનો એક્સફોલિએટર તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ બંને ચીજોને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની ડેડ સ્કીન સાફ થઈ જાય છે અને ચહેરો એકદમ ખીલી જાય છે. તમે ચા અથવા કોફીના ગ્રાઉંડ લઈને તેમાં થોડું નાળિયેરનું તેલ મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટથી તમે તમારા ચહેરાને સ્ક્રબ કરો. 10 મિનિટ સુધી સ્ક્રબ કર્યા પછી તમારા ચહેરાને નવશેકા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વાર ચા અથવા કોફી ગ્રાઉન્ડથી સ્ક્રબ કરવાથી ચહેરા પરની ડેડ સ્કીન સાફ થઈ જશે.

હોઠ ગુલાબી બનાવે: જે લોકોના હોઠની ત્વચા કાળી હોય છે, તે લોકો ચા અથવા કોફી ગ્રાઉન્ડ કોઈ પણ તેલમાં મિક્સ કરીને તમારા હોઠ પર લગાવો અને બે મિનિટ સુધી હોઠ પર રગડો. જો તમે ઇચ્છો તો, તમે તેલની જગ્યાએ ચા અથવા કોફી ગ્રાઉન્ડમાં મધ પણ ઉમેરી શકો છો.

દુર્ગંધ દૂર કરે: ચા અને ગ્રાઉન્ડેડ કોફીની મદદથી પગની દુર્ગંધ પણ દૂર કરી શકાય છે. જો તમારા પગમાંથી દુર્ગંધ આવે છે તો એક ટબમાં ગરમ પાણી લો અને તેની અંદર ચા નાખો. આ ટબમાં તમારા પગને 10 મિનિટ રાખો. આ પાણીમાં પગ રાખવાથી પગની દુર્ગંધ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે અને પગની દુર્ગંધથી રાહત મળશે.

સનબર્નથી રાહત: જ્યારે સનબર્ન થાય છે ત્યારે તમારા ચેહરા પર ચા લગાવો. ચા લગાવવાથી સનબર્નથી રાહત મળે છે. સનબર્ન થાય ત્યારે તમે ત્રણ કપ પાણી ઉકાળો અને તેમાં ચા ઉમેરો. આ પાણીને 15-20 મિનિટ સુધી ઉકાળ્યા પછી ઠંડુ કરો. પાણી ઠંડુ થયા પછી તેને તમારી ત્વચા પર લગાવો. આ પાણીને ચેહરા પર લગાવવાથી ત્વચાને ઠંડક મળશે અને ત્વચા એકદમ સાફ થઈ જશે.

મોંની દુર્ગંધ દૂર કરે: જો મોં માંથી દુર્ગંધ આવતી હોય તો ચા ના પાણીથી કુલ્લા કરો. ચાના પાણીથી કુલ્લા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. ચાને પાણીમાં ઉકાળો અને અને પછી ઠંડુ થયા પછી તેનાથી કુલ્લા કરો. દિવસમાં બે વખત આ પાણીથી કુલ્લા કરવાથી મોંની દુર્ગંધ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published.