ગુરૂવારે કરો આ ધાતુના વાસણનો ઉપયોગ, ચમકી જશે નસીબ, દૂર થઈ જશે દરેક સમસ્યાઓ

ધાર્મિક

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે અને આ દિવસે બંનેની પૂજા કરવાથી લાભ મળે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને લગ્ન જીવન, ભાગ્ય, વૃદ્ધિ, જ્ઞાન અને સુખ-સમૃદ્ધિનું પરિબળ માનવામાં આવ્યું છે. આ ગ્રહની પૂજા કરવાથી વહેલા લગ્ન થઈ જાઈ છે અને જીવનનું દરેક સુખ મળી જાય છે. સાથે જ આ દિવસે પિત્તળના વાસણોનો ઉપયોગ કરવો પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ પિત્તળના વાસણોની મદદથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેથી, તમે ગુરુવારે પિત્તળના વાસણો સાથે સંબંધિત ઉપાયોને જરૂર કરો.

પિત્તળના વાસણના ઉપાય: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુવારના દિવસે પિત્તળના વાસણોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ હોય છે. તેથી તમે આ દિવસે પૂજા કરતી વખતે પિત્તળના વાસણોનો જ ઉપયોગ કરો. શક્ય હોય તો આ દિવસે ભોજન પણ પિત્તળના વાસણોમાં કરો. ગુરુવારના દિવસે પિત્તળના વાસણોનો ઉપયોગ કરવાથી નસીબ ચમકી જાઈ છે. જો કોઈ પાસે પિત્તળના ધાતુના વાસણો નથી. તો તે તાંબાના વાસણોનો ઉપયોગ કરી શકે છે.

પાપ થાય છે નષ્ટ: પિત્તળના વાસણો સાથે જોડાયેલા આ ઉપાય હેઠળ, આ ધાતુના વાટકામાં રાત્રે ચણાની દાળને પલાળી રાખી દો. ગુરુવારે સવારે આ દાળમાં ગોળ મિક્સ કરી ગાયને ખવડાવો. આ ઉપાયને કરવાથી તમામ પાપોનો નાશ થઈ જશે.

આર્થિક તંગી થશે દૂર: આર્થિક તંગીથી પરેશાન લોકો ગુરુવારે આ ઉપાય કરો. આ ઉપાય મુજબ કોઈ પિત્તળના વાસણમાં શુદ્ધ દેશી ઘી નાખો. પછી આ ઘી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દો. ત્યાર પછી ઘીને પ્રસાદ તરીકે વહેંચી દો. આ ઉપાય દર ગુરુવારે કરો. આમ કરવાથી પૈસાની અછત દૂર થઈ જશે.

થશે પૈસાનો વરસાદ: માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેથી, ગુરુવારે વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરો. માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તેને મીઠી ચીજોનો ભોગ લગાવો અને ભોગને પિત્તળ ધાતુના વાસણમાં જ રાખો.

તણાવ થશે દૂર: તણાવમાં હોવ ત્યારે આ ઉપાય કરો. પિત્તળના વાસણમાં દહીં ભરી તેને તમારા પલંગની નીચે રાખી દો. ગુરુવારે સવારે આ દહીંમાં પાણી મિક્સ કરી દો અને તેને કોઈ વૃક્ષના મૂળ પર ચળાવી દો. આ ઉપાય કરવાથી તણાવ દૂર થઈ જશે.

ઈચ્છિત પરિણામ મળશે: ઈચ્છિત પરિણામ મેળવવા માટે પિત્તળના કળશમાં પાણી ભરો અને આ પાણી શ્રી હરિને અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે નીચેનામાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરો. સાથે જ તમારી ઈચ્છાને મનમાં બોલતા રહો. સતત પાંચ ગુરુવાર સુધી આ ઉપાય કરો. આ ઉપાયને કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ જશે.