બાળપણમાં કંઈક આવી દેખાતી હતી ઉર્વશી રૌતેલા, તેના બાળપણની તસવીરો જોઈને ઓળખવી પણ બની જશે મુશ્કેલ, જુવો તસવીરો

બોલિવુડ

ઉર્વશી રૌતેલા હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અને બોલ્ડ અભિનેત્રી છે. ઉર્વશી રૌતેલા કોઈ ને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક તેની તસવીરો, ક્યારેક તેના વીડિયો અને ક્યારેક તેની ફિલ્મોને કારણે તે હેડલાઇન્સમાં આવી જાય છે. સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહેવાની ઉર્વશી કોઇ તક છોડતી નથી.

સોશિયલ મીડિયા પર ઉર્વશીની મજબૂત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને કરોડોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 4 કરોડ ફોલોઅર્સ છે. તે પોતાની દરેક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે ખૂબ ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે પોતાની ઈન્સ્ટા પોસ્ટથી ખૂબ હેડલાઈન્સ બનાવી રહી છે. તાજેતરમાં ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પરથી એક એવી તસવીર શેર કરી છે જેમાં તેને ઓળખાવી કોઈ માટે પણ સરળ નથી.

ખરેખર ઉર્વશીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના સ્કૂલના દિવસોની એક તસવીર શેર કરી છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં શિક્ષકો સાથે ઘણા બાળકો પણ જોવા મળી રહ્યા છે. આ ભીડમાં ઉર્વશી પણ ક્યાંક બેઠી છે. તેની આ વર્ષો જૂની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના ચાહકો તેની આ તસવીર પર ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે. આ સાથે તેણે જે કેપ્શન આપ્યું છે તે દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે.

ખરેખર, બાળપણની આ ગ્રુપ તસવીર શેર કરતી વખતે, ઉર્વશીએ તેના કરોડો ચાહકોને કામ પરા પણ લગાવી દીધા છે. તેમણે તસવીર શેર કરતાં કેપ્શન આપ્યું છે કે, “જો શોધી શકો છો તો શોધી લો #BabyUrvi. બેસ્ટ કેઇપ્શન જીતશે.” આ તસવીરમાં ઉર્વશીની સાથે બધા બાળકો સ્કૂલ યૂનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. સાથે જ બાળકો સાથે સ્કૂલ ટીચર્સ પણ જોવા મળી રહ્યા છે.

ઉર્વશીએ ચાહકોને એક ચેલેન્જ આપી છે અને ચાહકો પણ કામ કરવા લાગી ગયા છે. ચાહકો અભિનેત્રીને શોધવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. કોઈએ અભિનેત્રીને શોધી પણ લીધી છે તો કોઈ તેમાં નિષ્ફળ પણ રહ્યા છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઉર્વશીની આ તસવીરને 20 કલાકની અંદર 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલા આવનારા દિવસોમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. ટૂંક સમયમાં ઉર્વશી જાણીતા અભિનેતા રણદીપ હુડા સાથે પડદા પર જોવા મળશે. તેમની વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ રિલીઝ થવાની છે. આ સાથે ઉર્વશી તમિલ સિનેમામાં પણ પગ મૂકવા જઈ રહી છે.