રિયલ લાઈફમાં આજ સુધી કુંવારી છે ટીવીની આ 6 પુત્રવધૂઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

મનોરંજન

બોલિવૂડ ઉપરાંત ટીવીની દુનિયામાં પણ એવી ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ છે જે પોતાની સુંદર એક્ટિંગ માટે જાણીતી છે. આ અભિનેત્રીઓ ટીવી સિરિયલોમાં તો પુત્રવધૂની ભૂમિકા નિભાવે છે, પરંતુ રિયલ લાઈફમાં તે આજે પણ કુંવારી છે. આજે અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નાના પડદા પર પુત્રવધૂ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેમણે પોતાની પર્સનલ લાઈફમાં આજ સુધી લગ્ન કર્યા નથી.

હિના ખાન: ટીવીની સૌથી પ્રખ્યાત સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દ્વારા ઘર ઘરમાં પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન તેની સુંદર એક્ટિંગ માટે જાણીતી છે. હિનાની ઉંમર 31 વર્ષ છે પરંતુ આજ સુધી તેણે લગ્ન માટે કોઈ યોજના બનાવી નથી. હિના આજે પણ કુંવારી છે અને તે એક્ટિંગની દુનિયામાં ખૂબ નામ કમાઈ રહી છે. તેને પ્રખ્યાત સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ માં કોમોલિકાની ભૂમિકા માટે ‘ઇન્ડિયન ટેલી એવોર્ડ’ પણ મળી ચુક્યો છે.

દેવોલીના ભટ્ટાચાર્ય: નાના પડદાની પ્રખ્યાત સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ દ્વારા પોતાની ખાસ ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય આજે પણ કુંવારી છે. દેવોલીના નાના પડદા પર ‘ગોપી વહુ’ની ભૂમિકા માટે પ્રખ્યાત છે.

સુરભી જ્યોતિ: ‘નાગિન -2’, ‘કુબુલ હૈ’ જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી સુરભી જ્યોતિએ પણ આજ સુધી લગ્ન કર્યા નથી. સુરભી જ્યોતિની ઉંમર લગભગ 30 વર્ષથી વધુ છે પરંતુ આજ સુધી તેણે લગ્ન વિશે કંઈ વિચાર્યું નથી. સુરભી ઘણી સિરિયલોમાં પરિણીત મહિલાની ભૂમિકા નિભાવી ચુકી છે.

મૌની રોય: માત્ર નાના પડદા પર જ નહીં પરંતુ બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી મૌની રોય એ પણ આજ સુધી લગ્ન કર્યા નથી. મૌની રોયને ‘નાગિન’ સિરિયલથી વધુ ઓળખ મળી છે. આ ઉપરાંત તે ઘણી પ્રખ્યાત સિરિયલોમાં પણ જોવા મળી ચુકી છે.

સાક્ષી તંવર: ટીવીની પ્રખ્યાત સિરિયલ ‘કહાની ઘર ઘર કી’માં પુત્રવધૂનું પાત્ર નિભાવી ચુકેલી સાક્ષી તંવર આજે પણ કુંવારી છે. સાક્ષીએ એક પુત્રી દત્તક લીધી છે જેનું નામ દિત્યા છે.

અવિકા ગોર: પ્રખ્યાત સિરિયલ ‘બાલિકા વધૂ’ અને ‘સસુરાલ સિમર કા’માં જોવા મળેલી ચુકેલી અભિનેત્રી અવિકા ગૌરની ઉંમર 25 વર્ષથી વધુ છે. તેણે સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં પુત્રવધૂની ભૂમિકા નિભાવી છે, જેનાથી તેને ખૂબ ઓળખ મળી જો કે રિયલ લાઈફમાં તે પણ કુંવારી છે.

શિવાંગી જોશી: ‘યે રિશ્તા ક્યા કહલાતા’માં’ નાયરા’ના પાત્ર સાથે ટીવીની દુનિયામાં પોતાની એક ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી શિવાંગી જોશીએ પણ આજ સુધી લગ્ન કર્યા નથી. સિરિયલમાં નાયરા અને કાર્તિકની જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. જોકે શિવાંગી રિયલ લાઈફમાં પરણિત નથી.

સૃતિ ઝા: પ્રખ્યાત શો ‘કુમકુમ ભાગ્ય’ દ્વારા પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી સૃતિ ઝા આજે પણ કુંવારી છે. સૃતિઝાની ઉંમર લગભગ 33 વર્ષ છે પરંતુ આજે પણ તેના લગ્નની કોઈ ખાસ યોજના નથી. સિરીયલ કુમકુમ ભાગ્યમાં સૃતિએ પ્રજ્ઞાનું પાત્ર નિભાવ્યું છે અને તેની એક્ટિંગ પણ ખૂબ પસંદ કરવામાં આવી.