આ છે દુનિયાનું સૌથી અનોખું ફ્રિઝ, જેમાંથી કોઈ પણ ફ્રીમાં લઈ શકે છે ખાવા-પીવાની ચીજ

Uncategorized

સામાન્ય રીતે બહારથી ઘરે આવતાની સાથે જ આપણે સૌથી પહેલા ફ્રિઝ ખોલીને ખાવાની ચીજ શોધીએ છીએ અથવા ઠંડુ પાણી પીઈએ છીએ. કંઈક આવી જ રીતે, જોર્ડનમાં એક વ્યક્તિએ મદદ માટે એક અનોખી શરૂઆત કરી છે. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે, જોર્ડનમાં વુમનસંગ સ્ટ્રીટ પર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અહાન ખાને બ્લુ રેફ્રિજરેટર મૂક્યું છે જ્યાંથી કોઈ પણ ખાવા-પીવાની ચીજ લઈ શકે છે અથવા અન્ય લોકોની મદદ માટે તેમાં ચીજો રાખી શકે છે.

વુમનસંગ સ્ટ્રીટ પર હોકી એકેડમીની બહાર, અહાન ખાને બ્લુ રેફ્રિજરેટર રાખ્યું છે, જેમાં નૂડલ્સ, બિસ્કિટ, ફૂડ પેકેટ વગેરે ચીજો રાખવામાં આવે છે. આ બધી ચીજોની જે વ્યક્તિને જરૂર હોય છે, તે પૈસા આપ્યા વગર આ ચીજો લઈને પેટ ભરી શકે. આટલું જ નહિં અહિં લોકોની મદદ માટે ચીજો રાખી પણ શકાય છે.

એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, વુમનસંગ સ્ટ્રીટ પર એક સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંસ્થાપક, અહાન ખાને ફિલ્મમાં આ પ્રકારનો સીન જોઈને આવું કરવાનું નક્કી કરી લીધું અને એક રેફ્રિજરેટર ત્યાં લગાવ્યું. અને તેને બ્લૂ કલર કરાવ્યો.

તેમણે આ વિચાર વિશે કહ્યું, “જ્યારે પણ તમે ઘરે જાઓ છો, ત્યારે કંઈક ખાવાની ચીજ માટે સૌથી પહેલા ફ્રિજ ખોલો છો. તેથી, હું ઇચ્છું છું કે લોકો બસ એવો અનુભવ કરે. તેમણે કહ્યું કે જો આ એક રસ્તો છે, તો તેના પર ચાલનારા લોકો તેનો સમુદાય છે. આ તેમનું ઘર છે, તેથી તે તેનો ઉપયોગ કરી શકે છે. બસ તેને ખોલો અને ત્યાં જ ભોજન કરો, અને જો તમારી પાસે જરૂર કરતા વધારે ભોજન છે, તો તમે તેને ત્યાં અન્યની મદદ માટે રાખી શકો છો.”

હવે આ બ્લૂ રંગના રેફ્રિજરેટર વિશે દરેક વ્યક્તિ જાણે છે. આ રેફ્રિજરેટરની તસવીરો ઈંટરનેટ પર વાયરલ થઈ રહી છે. ઝેનેટ યેઉંગ નામના એક વ્યક્તિએ બિસ્કિટ, ઈંસ્ટંટ નૂડલ્સ અને સ્નેક્સથી ભરેલી પ્લાસ્ટિક બેગને તેમાં રાખ્યા પછી કહ્યું, “મને લાગે છે કે સારા કાર્યો કરવા માટે મોટા માણસ બનવાની જરૂર નથી. એક નાના કામથી પણ આપણે આપણી દયા દેખાડી શકીએ છીએ. દયા બતાવી શકે છે, અને આ દુનિયામાં ફાળો આપી શકીએ છીએ. ” હકીકતમાં જે લોકોને જરૂર હોય છે, તે કોઈ ચિંતા કર્યા વગર ફ્રિઝ ખોલીને ખાવાની ચીજ લઈ શકે છે, કારણ કે આ ફ્રિઝ 24 કલાક ખુલ્લું રહે છે.

Leave a Reply

Your email address will not be published.