હનીમૂન પર સમુદ્રની અંદર પતિ સાથે રોમેન્ટિક બની કાજલ અગ્રવાલ, જુવો તસવીરો

બોલિવુડ

કાજલ અગ્રવાલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ બંનેમાં એક જાણીતું નામ છે. ‘સિંઘમ’ એક્ટ્રેસ આજકાલ માલદીવમાં પોતાનું હનીમૂન સેલિબ્રેટ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ તેણે બિઝનેસમેન ગૌતમ કીચલૂ સાથે લગ્ન કર્યાં હતાં. હવે તે તેના હનીમૂનની મજા લઇ રહી છે.

કાજલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીં તે તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ચીજો ચાહકો સાથે શેર કરે છે. તાજેતરમાં જ તેણે તેના હનીમૂનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ ગૌતમ સાથે સમુદ્રમાં તરતી જોવા મળી રહી છે. સ્વિમિંગ દરમિયાન બંનેએ એકબીજાનો હાથ પકડ્યો અને પ્રેમથી એકબીજાને જોયા. તેની આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તેમાં ચાહકોને કાજલની એક અલગ જ સ્ટાઇલ જોવા મળી છે. તસવીરોને જોઈને સ્પષ્ટ થાય છે કે આ બંને આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

આ તસવીરો કાજલે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સાથે તેણે લખ્યું છે કે “મને સમુદ્ર સાથે ખૂબ પ્રેમ છે. વાદળી રંગ મને હંમેશાથી પસંદ રહ્યો છે.” કાજલની આ તસવીરોને ભારે માત્રામાં લાઈક અને કમેંટ મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કાજલે તેના હનીમૂનની કેટલીક અનોખી તસવીર શેર કરી હતી. તેમાં તે માછલીઓ અને પાણીથી ભરેલી છત નીચે બેડ અઓર પતિ સાથે પોઝ આપતી જોવા મળી હતી. કાજલની આ સ્ટાઈલ ચાહકોને ખૂબ પસંદ આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે કાજલે થોડા સમય પહેલા મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ખાનગી મેરેજ સેરેમની આયોજિત કરી હતી. આ સેરેમનીમાં તેના નજીકના સબંધીઓ અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને લગ્નનું સેલિબ્રેશન સિમ્પલ રાખવામાં આવ્યું હતું.

જોકે તમને કાજલ અગ્રવાલની હનીમૂનની તસવીરો કેવી લાગી, કમેન્ટ સેક્શનમાં જરુર જણાવો. કામની વાત કરીએ તો કાજલ ટૂંક સમયમાં કમલ હાસન સાથે આગામી ફિલ્મ ‘ઈન્ડિયન 2’ માં જોવા મળશે. કાજલના ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો તમને આ પોસ્ટ ગમી ગઈ હોય, તો પછી તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published.