વ્યક્તિને ધનવાન બનાવી દે છે તુલસી, બસ આ રીતે કરો ઉપયોગ, વાંચો તુલસીના ચમત્કારિક ઉપાય

ધાર્મિક

તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે અને આ છોડની મદદથી ઘણા રોગોને પણ દૂર કરી શકાય છે. રોગો સિવાય તુલસીનો ઉપયોગ કરી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર કરી શકાય છે. તુલસીની મદદથી આર્થિક સ્થિતિ સુધારી શકાય છે અને આવનાર ખરાબ સમયથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તુલસીના ઉપાય વિશે.

વાસ્તુ દોષ થાય છે દૂર: તુલસીની મદદથી વાસ્તુ દોષને દૂર કરી શકાય છે. ઘરમાં વાસ્તુ દોષ હોવા પર એક તુલસીનો છોડ આંગણામાં લગાવી દો. આમ કરવાથી ઘરનો વાસ્તુ દોષ યોગ્ય થઈ જશે અને વાસ્તુ દોષને કારણે કોઈ પ્રકારનું નુકશાન નહીં થાય. ખરેખર તુલસીને ઘરમાં રાખવાથી ઘર પવિત્ર થઈ જાય છે અને તમામ દોષ પૂર્ણ થઈ જાઈ છે.

સુખ સમૃદ્ધિ મળે: સુખ-સમૃદ્ધિ મેળવવા માટે તુલસી સાથે જોડાયેલો આ ઉપાય કરો. આ ઉપાયાને કરવાથી તમને સુખ-સમૃદ્ધિ મળી જશે. સુખ-સમૃદ્ધિ માટે તમે દરરોજ તુલસીની પૂજા કરો અને તુલસીના છોડ પર જળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને પૈસાની અછત ક્યારેય નથી થતી.

થશે આર્થિક લાભ: આર્થિક લાભ મેળવવા માટે તુલસીના એક પાનને હંમેશા તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. તંત્ર શાસ્ત્ર મુજબ તુલસી મંગળ ગ્રહ સાથે જોડાયેલી છે. તુલસીના પાન પાસે રાખવાથી આર્થિક લાભ થાય છે અને પર્સ અથવા તિજોરીમાં તુલસીના પાનને રાખવાથી ધન વધે છે.

વિવાદ અને અશાંતિ થાય છે દૂર: જીવનમાં વિવાદ અને અશાંતિ થવા પર ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવી દો. આંગણામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં વિવાદ અને અશાંતિ દૂર થઈ જશે અને સુખ-શાંતિ સ્થાપિત થઈ જશે.

રોગ થશે દૂર: જે લોકો દરરોજ તુલસીની પૂજા કરે છે, તે લોકોની રક્ષા ઘણા રોગોથી થાય છે. ખરેખર પૌરાણિક શાસ્ત્રો અનુસાર તુલસીની પૂજા કરવાથી દેવી-દેવતાઓના વિશેષ આશીર્વાદ મળે છે અને ભગવાન તમારી રક્ષા કરે છે. તેથી તમે સવારે અને સાંજે તુલસીની પૂજા કરો અને તુલસીની સામે દીવો પ્રગટાવો.

આર્થિક લાભ માટે: આર્થિક લાભ માટે શનિવારના દિવસે થોડા ઘઉંમાં 100 ગ્રામ કાળા ચણા અને 11 તુલસીના પાન મિક્સ કરી દો. ત્યાર પછી આ ચીજોને પીસી લો અને તેને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો. આમ કરવાથી આર્થિક લાભ થાય છે અને તિજોરી હંમેશા પૈસાથી ભરપૂર રહે છે.

પ્રમોશન મેળવવા માટે: પ્રમોશન મેળવવા માટે તુલસીના આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ ગુરૂવારે તુલસીના છોડને પીળા કપડામાં બાંધી દો અને આ છોડને તમારા કામના સ્થળ પર રાખી દો.

નજર દોષ થશે દૂર: નજર દોષ લાગવા પર તુલસીના સાત પાન અને સાત કાળા મરીના દાણા લો. તેમને તમારી મુઠ્ઠીમાં રાખી લો અને જેને નજર લાગી છે, તેના ઉપરથી તેને 21 વાર ફેરવો. તેમને ફેરવતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્ર બોલો. પછી કાળા મરી અને તુલસીના પાન તે વ્યક્તિને ખાવા માટે આપી દો. આ ઉપાય કરવાથી નજર દોષ સમાપ્ત થઈ જશે.