મહાલક્ષ્મીજીની આવી મૂર્તિને ઘરમાં રાખવાથી આવે છે ગરીબી, સંપત્તિનો થાય છે નાશ

ધાર્મિક

મહાલક્ષ્મીજીને સંપત્તિની દેવી માનવામાં આવે છે. બધા લોકો સંપત્તિની દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા ઇચ્છે છે. જેના કારણે તેઓને તેમના જીવનમાં પૈસાથી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. તેથી લોકો તેમના ઘરમાં સંપત્તિની દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિ રાખે છે. જેથી તેમના ઘરમાં પૈસાની અછત ન રહે અને પૈસાના આગમનથી પરિવારમાં સુખ અને શાંતિ રહે. હિન્દુ ધર્મના લોકોના ઘરોમાં એક મંદિર જરૂર હોય છે. બધા લોકો તેમના ઘરમાં પૂજા ઘર જરૂર બનાવે છે પછી ભલે તે નાનું હોય કે મોટું પરંતુ પૂજા ઘર જરૂર હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં દેવી-દેવતાઓની તસવીર અથવા મૂર્તિ રાખવામાં આવે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત શાસ્ત્રોમાં કેટલાક નિયમો પણ છે. આ નિયમો અનુસાર ભગવાન અને દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. જો આ નિયમ અનુસાર દેવી-દેવતાઓની મૂર્તિ ને સ્થાપિત કરવામાં ન આવે તો લાભ ની જગ્યાએ નુક્સાનનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા સંપત્તિની દેવી લક્ષ્મીજીની મૂર્તિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેથી તમે શાસ્ત્ર મુજબ, સંપત્તિની દેવી લક્ષ્મીજીની તસવીર અને મૂર્તિ સ્થાપિત કરીને તેનો સંપૂર્ણ લાભ લઈ શકો. શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મીજીની કેટલીક એવી મૂર્તિ છે જો તે મૂર્તિને ઘરમાં રખવામાં આવે છે તો તેનાથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને નુક્સાનનો સામનો કરવો પડે છે. આજે અમે તમે તે મૂર્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ધુવડ પર સવાર માતા લક્ષ્મીજીની મૂર્તિ: ઘણાં લોકોના ઘરે જોવા મળે છે કે તેઓ તેમના ઘરમાં માતા લક્ષ્મીજીની એવી તસવીર લગાવે છે જેમાં સંપત્તિની દેવી માતા લક્ષ્મીજી એક ઘુવડ પર સવાર હોય છે. પરંતુ ઘુવડ પર સવાર લક્ષ્મી દેવી ચંચળતાનું પ્રતિક માનવામાં આવે છે. તે એક જગ્યાએ થી બીજી જગ્યાએ આવતી જતી રહે છે. તેનો અર્થ એ છે કે તે એક સ્થળે રોકાતી નથી, તેથી તમે ભૂલથી પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની આ તસવીર ન લગાવો નહિં તો તમારે નુક્સાનીનો સામનો કરવો પડી શેકે છે.

ઉભી મૂર્તિ: તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની એવી મૂર્તિ સ્થાપિત ન કરો જેમાં તે ઉભી સ્થિતિમાં હોય. માતા લક્ષ્મીજીની આવી મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવતું નથી. માતા લક્ષ્મીજીની આ મુર્તિને ઘરથી વિદાયનું પ્રતિક માનવામાં આવે છે, તેથી, તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની ઉભી મૂર્તિ ની જગ્યાએ બેઠેલી મૂર્તિ લગાવી શકો છો.

કમળ પર બિરાજમાન મૂર્તિ સ્થાપિત કરવી શુભ માનવામાં આવે છે: જો તમે માતા લક્ષ્મીજીની એવી તસવીર તમારા ઘરમાં સ્થાપિત કરો છો જેમાં તે કમળ પર બિરાજમાન હોય, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં કમળ પર બિરાજમાન હોય તેવી લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરો જેનાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

Leave a Reply

Your email address will not be published.