ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યા છે આ 4 પ્રકારના ભક્ત, જાણો તમે કેવા પ્રકારના ભક્ત છો

ધાર્મિક

આજના સમયમાં પૃથ્વી પર મોટાભાગના લોકો ભગવાન પર વિશ્વાસ કરે છે. ઘણા લોકો એવા છે જે આસ્થાના કારણે પોતાના ઘરના મંદિર અથવા દેશના મંદિરમાં જઈને પૂજા કરે છે. જોકે જોવામાં આવે તો પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે છે અને દરરોજ ભગવાનની પૂજા કરે છે. દુનિયામાં બધા લોકોની ભક્તિ કરવાની રીત જુદી-જુદી છે. બધા લોકો પોતાની રીતે ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા રહે છે.

જણાવી દઇએ કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણજીએ પોતે આ વાત કહી હતી કે “ચતુર્વિધા ભજન્તે માં ઝનાઃ સુકૃતિનોર્ઝુન। આર્તો ઝિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ્।”. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ ચાર પ્રકારના ભક્તો વિશે કહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં “આર્ત, ઝિજ્ઞાસુ, અથાર્થી અને જ્ઞાની” આ ચાર પ્રકારના ભક્તો જણાવ્યા છે. છેવટે આ ચાર પ્રકારનાં ભક્તો કયા છે અને તમે કેવા પ્રકારના ભક્તો છો, ચાલો જાણીએ તેના વિશે.

આર્ત: આ દુનિયામાં એવા ઘણા લોકો છે જ્યારે તેમના પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે ત્યારે જ તેઓ ભગવાનને યાદ કરે છે. આવા લોકો પર જો કોઈ સમસ્યા આવે છે અથવા તેમના જીવનમાં દુઃખ ઉત્પન્ન થવા લાગે છે ત્યારે જ તેઓ ભગવાનને યાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણજીએ આ પ્રકારના ભક્તોને નીચલા વર્ગ કરતા થોડા ચડિયાતા ગણાવ્યા છે. જે ભક્તો સમસ્યાઓમાં જ ભગવાનને યાદ કરે છે તે આર્ત ભક્તો કહેવાય છે.

ઝિજ્ઞાસુ: અહીં ભગવાન શ્રીકૃષ્ણએ ઝિજ્ઞાસુ ભક્તો વિશે જણાવ્યું છે. ઝિજ્ઞાસુનો અર્થ થાય છે કંઈક જાણવાની ઉત્સુકતા. આ દુનિયામાં જે લોકો અંગત જીવનની સમસ્યાઓ માટે ભગવાનને યાદ ન કરે. જે લોકો સંસારમાં ફેલાયેલી અનિત્યને જોઈને ભગવાનની શોધમાં રહે છે અને ભગવાનની ભક્તિ કરતા રહે છે તે ભક્તો ઝિજ્ઞાસુ ભક્તો કહેવાય છે.

અર્થાર્થી: ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં આવા ભક્તોને લોભી જણાવ્યા છે કારણ કે આવા વ્યક્તિ ભગવાનને માત્ર લોભ એટલે કે સંપત્તિ, વૈભવ, સુખ અને સમૃદ્ધિ વગેરે માટે યાદ કરે છે. આવા લોકોને ભગવાન કરતા વધુ ભૌતિક સુખ સાથે વધુ મતલબ હોય છે. જો આ લોકોના જીવનમાં કોઈ ચીજનો અભાવ છે અથવા કોઈ ચીજ મેળવવાની ઈચ્છા રાખે છે, ત્યારે જ તેઓ ભગવાનને યાદ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણજીએ આવા ભક્તોને અર્થાર્થી ભક્તો જણાવ્યા છે.

જ્ઞાની: જે લોકો માત્ર ભગવાનની ભક્તિમાં લીન રહે છે. જેમનો હેતુ માત્ર અને માત્ર ભગવાનની ભક્તિ કરે છે. જે લોકો ભગવાન પાસે પોતાની કોઈ પણ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરતા નથી. આવા લોકોને હંમેશા ભગવાનના આશીર્વાદ મળે છે. આવા ભક્તો જ્ઞાની ભક્તો કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published.