શું છે ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલની સેલેરી? જાણો તેમની કુલ સંપત્તિ વિશે

વિશેષ

પરાગ અગ્રવાલ, આ નામ આ દિવસોમાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ન્યૂઝ ચેનલ પર છવાયેલું છે. ખરેખર પરાગ ટ્વિટરના નવા સીઈઓ બની ગયા છે. ભૂતપૂર્વ CEO જેક ડોર્સીના રાજીનામા પછી, સોમવારે તેમને કંપનીએ CTO (ચીફ ટેક્નોલોજી ઓફિસર) ના પદ પરથી પ્રમોશન આપીને સીઈઓ બનાવ્યા છે.

પરાગ અગ્રવાલનું ટ્વિટરના સીઈઓ બનતાની સાથે જ સોશિયલ મીડિયા પર અભિનંદનના સંદેશાઓનું પુર આવ્યું છે. હવે દરેક વ્યક્તિ તેમના અંગત જીવન વિશે જાણવા માટે આતુર છે. ગૂગલ પર તેમના વિશે સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમાં એક સર્ચ તેમની સેલેરી એટલે કે પેકેજને લઈને પણ છે. લોકો એ જાણવા ઈચ્છે છે કે ટ્વિટરના નવા CEO બન્યા પછી પરાગને કેટલો પગાર મળી રહ્યો છે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો જવાબ જાણવા માટે આખા સમાચાર વાંચો.

કોણ છે પરાગ અગ્રવાલ: પરાગની સેલેરી જાણતા પહેલા ચાલો જાણીએ તેના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. પરાગ અને તેનો પરિવાર મૂળ રૂપે રાજસ્થાનનો છે. પરાગનો જન્મ 1984માં અજમેરની જવાહરલાલ નેહરુ હોસ્પિટલ (JLN)માં થયો હતો. તેના પરિવારમાં માતા-પિતા અને દાદા દાદી છે જ ધાનમંડી અને ખઝાના ગલીમાં બનેલા ભાડાના મકાનમાં રહેતા હતા.

પરાગ અગ્રવાલના પિતાનું નામ રામ ગોપાલ અગ્રવાલ છે, જે મુંબઈમાં BMRCમાં કામ કરતા હતા. આવી સ્થિતિમાં પરાગનું શાળા-કોલેજનું શિક્ષણ મુંબઈથી જ થયું હતું. તે IIT બોમ્બેના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. અહીંથી અભ્યાસ કર્યા પછી તેઓ આગળના અભ્યાસ માટે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ચાલ્યા ગયા. તેમણે મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી પીએચડી પણ કર્યું છે.

પરાગે ટ્વિટર વર્ષ 2011માં જોઇન કર્યું હતું. આ પહેલા તે યાહૂ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓમાં પણ કામ કરી ચુક્યા હતા. 2017માં તે ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) બન્યા. પરાગે જાન્યુઆરી 2016માં વિનીતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર અંશ છે. તે હાલમાં તેમની પત્ની અને બાળકો સાથે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે.

વાર્ષિક પેકેજ અને નેટ વર્થ: સોશિયલ મીડિયા અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની માહિતી મુજબ ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલનો પગાર 10 લાખ ડોલર પ્લસ બોનસ છે. ભારતીય રૂપિયામાં પરાગનું વાર્ષિક પેકેજ લગભગ 7.5 કરોડ છે. કંપનીના બોનસ પ્લાનનો ભાગ હોવાને કારણે તેમને ટારગેટ બોનસથી તેમની સેલેરીના 150 ટકા મળશે. સાથે જ પરાગની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો, તે લગભગ 1.52 મિલિયન ડોલર છે.

પરાગ વિશે અન્ય એક રસપ્રદ વાત એ છે કે છેલ્લા દસ વર્ષમાં તેમણે માત્ર 3200 ટ્વીટ કર્યા છે. લોકોને લાગતું હતું કે વધુ ટ્વિટ કરતા હશે, પરંતુ એવું નથી. કદાચ તે પોતાના ઈનસાઈડ વર્ક પર વધુ ધ્યાન આપતા હશે. જોકે પરાગ લોકો માટે પ્રેરણારૂપ છે. તેમના જેવા અન્ય ઘણા ભારતીયો છે જે અમેરિકાની ટોપ ટેક કંપનીમાં મોટા પદ પર છે. આવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે ભારતીય લોકો દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.