અક્ષય કુમારની પુત્રી કરતા પણ વધારે સુંદર છે ટ્વિંકલ ખન્નાની ભાણેજ, તસવીરો જોઈને તમે પણ બની જશો તેના ફેન

બોલિવુડ

બોલિવૂડની એક ખૂબ જ જૂની પરંપરા છે. અહીં સ્ટાર કિડ્સ હંમેશા મીડિયામાં છવાયેલા રહે છે. તેઓ કોઈ ખાસ સંઘર્ષ વગર લોકોની વચ્ચે પ્રખ્યાત થઈ જાય છે. જો કે દરેક સ્ટાર કિડ્સ સાથે આવું થતું નથી. કેટલાક એવા પણ છે જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ટ્વિંકલ ખન્નાની ભાણેજ નાઓમિકા સરન પણ તેમાંની એક છે. તે અને તેનો પરિવાર મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.

નાઓમિકાની ઉંમર 16 વર્ષ છે અને લૂકમાં તે ખૂબ જ સુંદર છે. નાઓમિકા સરન બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ભાણેજ છે. રાજેશ ખન્નાને બે પુત્રી છે, જેમના નામ ટ્વિંકલ ખન્ના અને રિન્કી ખન્ના છે. રિંકી ઉંમરમાં ટ્વિંકલથી નાની છે. તેણે વર્ષ 2003 માં ઉદ્યોગપતિ સમીર સરન સાથે લગ્ન કર્યા. રિંકી પહેલા ફિલ્મોમાં એક અભિનેત્રી તરીકે પણ આવી હતી પરંતુ જ્યારે તેની કારકિર્દી આગળ ન વધી શકી ત્યારે તેણે લગ્ન કરી લીધા અને સેટલ થઈ ગયા. આ લગ્નથી તેમને વર્ષ 2004 માં નાઓમિકા સારન નામની પુત્રી થઈ.

નાઓમિકા સરન તેના પરિવાર સાથે ઇંગ્લેન્ડમાં રહે છે. 2018 માં જ્યારે તે ભારત આવી ત્યારે તેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જો કે નાઓમિકા સરનની થોડી તસવીરો જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તે હંમેશા મીડિયાની નજરથી બચીને રહે છે. તેથી મીડિયામાં તેમની તસવીરો પણ નથી છપાતી.

ટ્વિંકલ તેની ભાણેજ નાઓમિકા સરનને ખૂબ પસંદ કરે છે. થોડા સમય પહેલા જ તેણે ભાણેજની તસવીર શેર કરીને તેની કથક સ્કિલની પ્રશંસા કરી હતી. ખરેખર નાઓમિકા કથક ડાંસ ખૂબ સારી રીતે કરી શકે છે. આ નાની ઉંમરમાં જ તેમની અંદર અભિનેત્રી બનવાના બધા ગુણો છે. જોકે તે તો સમય જ કહેશે કે તે ભવિષ્યમાં ફિલ્મોનો ભાગ બની શકશે કે નહિં.

ટ્વિંકલના પરિવારમાં નાઓમિકા સરન અક્ષય કુમારના પુત્ર આરવની પણ ખૂબ નજીક છે. આ બંને કઝિન ભાઇ-બહેનની ખૂબ જ બને છે. આ બંને જ્યારે પણ મળે છે ત્યારે સાથે ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરે છે.

જો કે નાઓમિકા સરન સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે. તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ રાખ્યું છે. આ કારણે તેની વધુ તસવીરો પબ્લિક પ્લેસમાં ઉપલબ્ધ નથી.

આ વાતમાં કોઈ શંકા નથી કે ટ્વિંકલ ખન્નાની ભાણેજ નાઓમિકા ક્યૂટ અને સુંદર છે. તેમની અંદર તે સ્ટાર કિડ્સ વાળી વાત છે. જોકે તમને રાજેશ ખન્નાની આ ભાણેજ કેવી લાગી તે અમને કમેંટ કરીને જરૂર જણાવો.