નોર્દોષ દેખાતો આ છોકરો મોટો થઈને છવાઈ ગયો હતો ટીવી પર, પછી અચાનક દુનિયાને કહી દીધું અલવિદા, જાણો કોણ છે તે

બોલિવુડ

ટીવીની દુનિયા પણ બોલિવૂડથી ઓછી નથી. અહીં પણ એક્ટિંગ કરવાનું સપનું લઈને લોકો આવે છે. કેટલાક સફળ થાય છે અને કેટલાક સંઘર્ષ કરતા રહે છે. ટીવી પર ઘણા કલાકારો ખૂબ હિટ બન્યા. તેમાંથી એક કલાકાર એવો પણ હતો જે પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચી ગયો હતો પરંતુ અચાનક જ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો.

અમે તમને તે જ બાળકની તસવીર બતાવી રહ્યા છીએ. આ બાળકને ધ્યાનથી જુઓ, આ છોકરો મોટો થઈને ટોપ ટીવી સ્ટાર બની ગયો હતો. તેના ચાહકોની સંખ્યા લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હતી. પછી અચાનક જ એક બીમારીને કારણે સ્ટારનું મૃત્યુ થયું. શું તમે ઓળખી શક્યા કે અમે કયા અભિનેતા વિશે વાત કરી રહ્યા છીએ? ચાલો તમને જણાવીએ.

આ અભિનેતાની હતી બાળપણની તસવીર: જે બાળકની તસવીર બતાવીને અમે તમને ઓળખવા માટે કહ્યું છે તે કોઈ અન્ય નહીં પરંતુ સિદ્ધાર્થ શુક્લા છે. હા, આ તેની બાળપણની તસવીર છે જેમાં તે તેની માતા સાથે ઉભો હતો. સિદ્ધાર્થ શુક્લાના ચાહકો આજે પણ તેને યાદ કરે છે. તેના ચાહકો ઈચ્છે છે કે તે ફરીથી આ દુનિયામાં પરત ફરે.

સિદ્ધાર્થ શુક્લાનું સ્ટારડમ કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછું ન હતું. તેના વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. તેની સાથે શહનાઝ ગિલની જોડી તો ચાહકોના દિલમાં રાજ કરતી હતી. આજે પણ બંનેની જોડી ચાહકોના દિલમાં તુટી નથી. એ અલગ વાત છે કે તે હવે આ દુનિયામાં નથી.

40 વર્ષમાં થઈ ગયું નિધન: સિદ્ધાર્થ શુક્લા એક મોડલ અને અભિનેતા હતા. તેનો જન્મ 12 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે તેમના જન્મદિવસના માત્ર 10 દિવસ પહેલા 2 સપ્ટેમ્બર 2021ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યાર પછી તેમનું મૃત્યુ થયું હતું. તેમના પિતા અશોક શુક્લા રિઝર્વ બેંકમાં એન્જિનિયર હતા. માતા રીટા શુક્લા ઘર સંભાળતી હતી.

સિદ્ધાર્થ જ્યારે મોડલિંગ કરતા હતા ત્યારે તેના પિતાને ફેફસાની ગંભીર બીમારી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમણે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ફોર્ટ, મુંબઈથી અભ્યાસ કર્યો. વર્ષ 2005 માં તેમણે તુર્કીમાં થયેલી મોડેલિંગ સ્પર્ધામાં ઘણા દેશોના મોડેલોને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. આવું કરનાર તે પ્રથમ એશિયન હતા.

આ શોથી ટીવીમાં કર્યું ડેબ્યૂ, શહનાઝ સાથે થયો પ્રેમ: મોડલિંગ કર્યા પછી તેને મોટી કંપનીઓમાં જાહેરાતો મળવા લાગી. ત્યાર પછી 2008માં બાબુલ કા આંગન છૂટે ના શોથી તેમણે ટીવી ડેબ્યૂ કર્યું હતું. 2012 માં, તે બાલિકા વધૂ સિરિયલમાં કલેક્ટરની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં છવાઈ ગયા હતા. પછી તે ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં પણ જોવા મળ્યા હતા.

બોગ બોસ 13 માં પણ તે આવ્યા. અહીં તેમની મુલાકાત શહનાઝ ગિલ સાથે થઈ હતી. બંને મિત્રો બન્યા અને પછી પ્રેમ થઈ ગયો. સિદ્ધાર્થ એ આ શો જીતી લીધો. શહનાઝ અને તે શો પછી પણ સાથે જોવા મળતા હતા. તેમની કારકિર્દી પીક પર પહોંચી ગઈ હતી કે અચાનક 2 સપ્ટેમ્બર 2021ના રોજ અચાનક હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું.