ટીવીના જજના પણ છે ખૂબ મોટા જલવા, જાણો રેમો ડિસૂઝા થી લઈને શિલ્પા શેટ્ટી સુધી ટીવી શો જજ કરવા માટે કેટલી ફી ચાર્જ કરે છે

બોલિવુડ

નાના પડદાની દુનિયામાં ઘણા પ્રખ્યાત અને ધમાકેદાર રિયાલિટી શોએ પોતાનું સ્થાન મેળવ્યું છે. આ તમામ રિયાલિટી શોમાં ઘણા પ્રખ્યાત ફિલ્મ સ્ટાર્સ પણ જજ તરીકે જોવા મળે છે. કેબીસીની ખુરશી પર બેસીને અમિતાભે એ સાબિત કરી દીધું છે કે કોઈ પણ સ્ક્રીન નાની કે મોટી નથી હોતી અને ઘણા એવા સ્ટાર્સ છે જે મોટા પડદાની સાથે સાથે નાના પડદા પર પણ કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, રિયાલિટી શોમાં જોવા મળતા તમારા ફેવરિટ સ્ટાર્સ જાણો કેટલી મોટી ફી ચાર્જ કરે છે જજની ખુરશી પર બેસવા માટે.

રેમો ડિસૂઝા: લોકપ્રિય કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા કોઈ ઓળખના મોહતાજ નથી, તેમણે ફિલ્મોમાં એકથી એક ચઢિયાતા ગીતો પર ઘણા પ્રખ્યાત સ્ટાર્સને ડાન્સ કરવા માટે મજબૂર કર્યા છે. આવી સ્થિતિમાં રોમો ઘણા ટીવી શોમાં જજ તરીકે પણ કામ કરે છે. રેમો ડિસૂઝા ડાન્સ ઈન્ડિયા ડાન્સ જજ કરી રહ્યા હતા. ત્યાર પછી કહેવામાં આવી રહ્યું હતું કે તે 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા, જે અત્યાર સુધીની સૌથી મોટી રકમ માનવામાં આવે છે.

હિમેશ રેશમિયા: સિંગર અને મ્યુઝિક કમ્પોઝર હિમેશ રેશમિયા પણ ઘણા મ્યુઝિક સિંગિંગ રિયાલિટી શોના ભાગ બની ચુક્યા છે અને તે ઈન્ડિયન આઈડલથી લઈને સારેગામાપા સુધીને જજ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તે જજની ખુરશી પર બેસવા માટે 4 લાખ સુધી ચાર્જ કરે છે.

નેહા કક્કર: ઈન્ડિયન આઈડલના સૌથી પ્રખ્યાત જજમાંથી એક સિંગર નેહા કક્કરે બોલીવુડમાં જે રીતે ધૂમ મચાવી છે, બરોબર તેવી જ રીતે તે જજ તરીકે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. નેહા કક્કર તેના ઈમોશનલ સ્વભાવના કારણે પણ ખૂબ જ ચર્ચામાં છે અને તે એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

રોહિત શેટ્ટી: બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી ઘણા વર્ષોથી ખતરોં કે ખિલાડીને જજ કરી રહ્યા છે, જો કે વચ્ચે તેને અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા એ પણ જજ કર્યો હતો. પરંતુ રોહિત જ આ શો લાવી રહ્યા છે અને દર્શકો તેને ખતરોના જજ તરીકે પસંદ કરે છે. આવી સ્થિતિમાં રોહિત એક એપિસોડ માટે 9 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મલાઈકા અરોરા: બોલિવૂડની મુન્ની એટલે કે મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને ફેશનથી દર વખતે લોકોને ચોંકાવી દે છે અને તે ઘણા શોમાં જજ તરીકે પણ જોવા મળી ચુકી છે. તે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળે છે, આ સાથે જ તે ડાન્સ શોને પણ જજ કરે છે અને લગભગ 1 કરોડ સુધી ચાર્જ કરે છે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે અને રિપોર્ટ્સ અનુસાર શિલ્પા શેટ્ટી સુપર ડાન્સર માટે 14 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જણાવી દઈએ કે શિલ્પા ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળે છે.

રણવિજય સિંઘા: રોડીઝ અને સ્પ્લિટવિલામાં એન્કર તરીકે કામ કરી ચૂકેલા વીજે અને અભિનેતા રણવિજય સિંઘા પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે અને તાજેતરમાં જ તે પ્રખ્યાત શો શાર્ક ટેન્કમાં પણ જોવા મળ્યા હતા અને તે એક એપિસોડ માટે 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ગીતા કપૂર: ગીતા કપૂર ડાન્સ ઈન્ડિયા ડાન્સની જજ રહી ચૂકી છે. ત્યાર પછી તે સુપર ડાન્સરમાં જજ તરીકે જોવા મળી હતી. તે શોને જજ કરવા માટે પ્રતિ સીઝન 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

માધુરી દીક્ષિત: મીડિયા રિપોર્ટ્સ મુજબ ડાન્સ દીવાને અને ઝલક દિખલાજામાં જોવા મળેલી માધુરી દીક્ષિતને એક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે.