ટૂંક સમયમાં ટીવીની આ 8 અભિનેત્રીને દુલ્હનના રૂપમાં જોશે ચાહકો, નંબર 4 તો બીજી વખત કરશે લગ્ન

બોલિવુડ

નાના પડદાની ઘણી એવી અભિનેત્રીઓ છે જે ટૂંક સમયમાં એકમાંથી બે થવા જઈ રહી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી પ્રખ્યાત અભિનેત્રીને ચાહકો ટૂંક સમયમાં દુલ્હન બનતા જોવા ઈચ્છે છે અને ખાસ વાત એ છે કે અભિનેત્રીઓનો દૂલ્હો પણ તૈયાર છે. તો ચાલો આજે તમને આવી જ 8 ટીવી અભિનેત્રીઓ વિશે જણાવીએ.

જસ્મીન ભસીન: અભિનેત્રી જસ્મીન ભસીન અને અલી ગોનીનો પ્રેમ બિગ બોસના ઘરમાં ચળ્યો હતો. બંને એકબીજા પર પ્રેમ લૂંટાવતા જોવા મળે છે. ટૂંક સમયમાં ચાહકો તેમને પતિ અને પત્ની તરીકે જોવા ઈચ્છે છે.

પવિત્ર પુનિયા: પવિત્ર પુનિયા અને એજાઝ ખાનનો પ્રેમ પણ બિગ બોસમાં જ ચળ્યો હતો. બિગ બોસમાં બંને મળ્યા હતા અને પછી બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા. એજાઝ પોતાની ગર્લફ્રેન્ડ પવિત્રાને પોતાના પિતા સાથે પણ મળાવી ચુક્યા છે અને ટૂંક સમયમાં બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

રૂબીના દિલાઈક: રૂબીના દિલાઈકના લગ્ન અભિનવ શુક્લ સાથે થયા છે. જો કે બિગ બોસનો ભાગ બનતા પહેલા જ બંને વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી હતી. પરંતુ બિગ બોસ દરમિયાન બંનેને તેમના સંબંધો સુધારવાની તક મળી અને બિગ બોસમાં જ અભિનવે રૂબીનાને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર રૂબીના અભિનવ ની દુલ્હનિયા બનશે.

અંકિતા લોખંડે: એક સમયે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી અંકિતા લોખંડે એ સુશાંત સાથે બ્રેકઅપ પછી વિક્કી જૈન સાથે નિકટતા વધારી હતી. બંનેના સંબંધ વિશે દરેક જાણે છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં આ કપલ લગ્ન કરવા જઈ રહી છે.

હિના ખાન: હિના ખાન નાના પડદાની મોટી અભિનેત્રી છે. હિના લાંબા સમયથી રોકી જયસ્વાલ સાથે રિલેશનશિપમાં છે. હિના ખાનને સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. ચાહકો ટૂંક સમયમાં હિના ખાન અને રોકી જયસ્વાલ ને દૂલ્હા અને દુલ્હનના રૂપમાં જોવા ઈચ્છે છે.

એરિકા ફર્નાન્ડિસ: એરિકા ફર્નાન્ડિસ ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ થી પોતાની ઓળખ બનાવી ચુકી છે. તેમણે વર્ષ 2020 માં પોતાની પર્સનલ લાઈફને લઈને કહ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવતો નથી. જણાવી દઈએ કે એરિકાનો બોયફ્રેન્ડ રાહુલ એક બિઝનેસમેન છે. બંને લગભગ 4 વર્ષથી રિલેશનશિપમાં છે.

દેવોલીના ભટ્ટાચારજી: દેવોલીના ભટ્ટાચારજીએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ટૂંક સમયમાં લગ્ન કરશે. જોકે તેણે તેના બોયફ્રેન્ડ વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું ન હતું.

સાયંતાની ઘોષ: ટીવી અભિનેત્રી સયંતાની ઘોષ લાંબા સમયથી અનુગ્રહ તિવારી સાથે રિલેશનશિપમાં છે અને હવે એવા સમાચાર છે કે બંને લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે બંનેના લગ્ન પહેલા ફિક્સ થઈ ચુક્યા હતા, જોકે કોરોના મહામારીને કારણે બંનેએ તેમના લગ્ન મુલતવી રાખ્યા હતા. યોગ્ય સમય આવવા પર બંને સાત ફેરા લેશે.