ટીવીની આ 9 અભિનેત્રી કરે છે પોતાની મતાને ખૂબ જ પ્રેમ, માઁ માટે કંઈ પણ કરવા માટે રહે છે તૈયાર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

મનોરંજન

9 મે નારોજ દરેકે મધર્સ ડે સેલિબ્રેટ કર્યો છે. દકે પોતપોતાની રીતે માઁ ને વિશ કર્યું છે. ટીવીની દુનિયાના સ્ટારે પણ પોતની રીતે આ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. દરેકે પોતાની માતાને ગિફ્ટ આપી. ટીવીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમની માટે તેમની માતા જ બધું છે. આ સ્ટાર્સ દરેક સમયે પોતાની સામે પોતાની માતાને જોવા ઈચ્છે છે તેમની માતાને બધા સમયની સામે જોવાની ઇચ્છા રાખે છે. આજે અમે તમને એવાજ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માટે તેમની માતા જ બધું છે.

હિના ખાન: હિના ખાન ટીવીનો મોટો ચહેરો બની ચુકી છે. હિના ખાન આ દિવસોમાં તેની માતાને ખૂબ યાદ કરી રહી છે. થોડા દિવસો પહેલા જ તેના પિતાનું અવસાન થયું હતું. ત્યાર પછી તેને કોરોના થઈ ગયો હતો અને તે એકલાજ સમય પસાર કરી રહી છે. તે આ દરમિયાન તેની માતાને મળી શકતી નથી. હિના ખાન તેની માતાથી દૂર હોવાને કારણે શાંતિથી સૂઈ પણ શકતી નથી. હિના ખાન તેની માતા પર પોતાનો જીવ આપે છે.

શ્રીતિ ઝા: શ્રીતિ ઝા તેના વ્યસ્ત શિડ્યુલને કારણે લાંબા સમય સુધી તેની માતાથી દૂર રહે છે. દૂર થયા પછી પણ શ્રીતિ ઝા તેની માતાને ખૂબ જ યાદ કરે છે. શ્રીતિ ઝા ઘણીવાર તેની માતાને મળવા ઘરે જાય છે.

અવિકા ગોર: અવિકા ગોર એ પણ ટીવીમાં ઘણું નામ કમાવ્યું છે. તાજેતરમાં તેના માતાપિતાને કોરોના થઈ ગયો હતો. આ કારણે તે ખૂબ ડરી ગઈ હતી. અવિકા ગૌરે સોશિયલ મીડિયા પર તાજેતરમાં પોતાનું નિવેદન શેર કર્યું છે. આ દરમિયાન અવિકા ગૌર તેની માતાને લઈને વિશે ખૂબ ચિંતિત હતી.

ભારતીસિંહ: ભારતી સિંહ, આ કોમેડિયનને કોણ નથી ઓળખતું. ભારતીસિંહનો જીવ તેની માતામાં વસે છે. એકવાર ભારતીસિંહે તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની માતા તેના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જેનિફર વિંગેટ: જેનિફર વિંગેટ ટીવીની સૌથી સુંદર અભિનેત્રીઓ માંની એક છે. તે તેના પરિવારને લાઈમલાઈટથી દૂર રાખે છે. જેનિફર વિંગેટ રિયલ લાઇફમાં તેની માતા સાથે દરેક વાત શેર કરે છે. જેનિફર વિંગેટ પણ તેના કામમાંથી સમય કાઢીને તેની માતાને મળવા માટે આવે છે.

નિયા શર્મા: ટીવીની સુંદર નાગિન નિયા શર્મા પણ તેની માતા સાથે ખૂબ સાર્પ બોન્ડિંગ શેર છે. નિયા શર્મા તેની માતા સાથેની તસવીર તેની માતા સાથે પણ શેર કરતી રહે છે. નિયા શર્મા ઘણીવાર તેની માતા સાથે વેકેશન એન્જોય કરે છે.

ગૌહર ખાન: ગૌહર ખાને તાજેતરમાં જ તેના પિતાને ગુમાવ્યા છે. પરંતુ ગૌહર ખાન તેની માતાના દિલની ખૂબ નજીક છે. માતાને મળવા માટે ગૌહર લગ્ન પછી પણ પોતાના ઘરે ઘણી વાત આવે છે.

અંકિતા લોખંડે: અંકિતા લોખંડેના જીવનમાં પણ, તેની માતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ પછી જ્યારે તે તૂટી ગઈ હતી ત્યારે તેની માતાએ તેનું ધ્યાન રાખ્યું હતું. અંકિતા લોખંડેની માતા હંમેશા તેમની સાથે રહે છે. આ કારણે અંકિતા તેની માતા પર દિલ ખોલીને પ્રેમ લૂટાવે છે. અંકિતા લોખંડેનો ચેહરો પણ પોતાની માતા સાથે મળતો આવે છે.

દિવ્યાંકા ત્રિપાઠી: સીરિયલ ‘યે હૈ મોહબ્બતેન’માં ઇશી માનું પાત્ર નિભાવીને દેશભરમાં પ્રખ્યાત બનેલી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પણ પર્સનલ લાઈફમાં તેની માતાની ખૂબ નજીક છે. લગ્ન કર્યા પછી પણ દિવ્યાંકા આજે તેની માતાની ખૂબ નજીક છે.