આ 7 ટીવી અભિનેત્રીએ ગુપ્ત રીતે કર્યા છે લગ્ન, કોઈને કાનો-કાન પણ થઈ ન હતી જાણ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

મનોરંજન

લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના લગ્ન ધૂમધામથી થાય. સાથે જ વાત ટીવી ઈંડસ્ટ્રી અને ફિલ્મી દુનિયાની કરીએ, તો ત્યાં લગ્નનો ક્રેઝ કંઈક વધુ જ જોવા મળે છે. જણાવી દઈએ કે કેટલાક સેલિબ્રિટીઓ તેમના લગ્ન માટે લાંબા સમય સુધી મીડિયા હેડલાઈન્સમાં રહે છે. સાથે જ કેટલાક ટીવી કલાકાર એવા પણ રહ્યા જેમણે કોઈ અવાજ કર્યા વગર લગ્ન કર્યા. આજે અમે તમને એવી જ 7 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ગુપ્ત રીતે લગ્ન કર્યા.

કવિતા કૌશિક: જણાવી દઈએ કે આ લિસ્ટમાં કવિતા કૌશિક સૌથી આગળ છે. કવિતા કૌશિકે 27 જાન્યુઆરી 2017 ના રોજ પોતાના બેસ્ટ ફ્રેંડ રોનિત બુસ્વાસ સાથે કેદારનાથના શિવ મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

માહી વિજ: માહી વિજે જય ભાનુશાલી સાથે એટલા ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા કે કોઈને તેના લગ્નની કાનો-કાન પણ જાણ થઈ ન હતી. વર્ષ 2011 ના અંતમાં જ્યારે પોતાની મિત્રના લગ્નમાં માહી મંગલસૂત્ર પહેરીને પહોંચી ત્યારે તેના લગ્ન વિશે લોકોને જાણ થઈ.

ઈશિતા દત્તા: ઇશિતા દત્તાએ વત્સલ શેઠ સાથે 28 નવેમ્બર 2017 ના રોજ મુંબઇના ઇસ્કોન મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

કાશ્મીરા શાહ: કાશ્મીરા શાહે વર્ષ 2013 માં લાસ વેગાસમાં રજાઓ દરમિયાન અચાનક ક્રુષ્ણા અભિષેક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેએ ત્યાં જ એક ચર્ચમાં લગ્ન કર્યા હતા. પોતાના લગ્નના સમાચાર તેમણે 2015 માં બહાર કર્યા હતા.

સૌમ્યા ટંડન: સૌમ્યા ટંડને 2016 માં બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નના સમાચાર પણ લોકોને ઘણા સમય પછી મળ્યા.

નારાયણી શાસ્ત્રી: અભિનેત્રી નારાયણી શાસ્ત્રીએ પણ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ટોની સાથે લગ્ન કરવાનો નિર્ણય અચાનક લીધો હતો. 2017 માં બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.

મોના: 27 ડિસેમ્બર 2019 ના રોજ, મોનાએ સાઉથ ઈંડિયન બેન્કર શ્યામ રાજગોપાલન સાથે પંજાબી વેન્ડિંગ કર્યા હતા. આ લગ્ન પછી જ લોકોને તેના વિશે જાણ થઈ હતી.