કોઈની કમાણી હતી 1 હજાર તો કોઈની હતી 500 રૂપિયા, જાણો આ 7 ટીવી અભિનેત્રીની પહેલી કમાણી કેટલી હતી

Uncategorized

ટીવીની દુનિયામાં કામ કરતી અભિનેત્રીઓ આજે લાખોમાં ફી લે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ ખૂબ ઓછા પગાર પર કામ કરતી હતી. આજે અભિનેત્રીઓ એક એપિસોડ માટે લાખો રૂપિયા લે છે, એક સમય એવો હતો જ્યારે તેમને હજાર રૂપિયા પગાર મળતો હતો. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓના પહેલા પગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો. તો ચાલો જાણીએ વિલંબ કર્યા વગર ટીવી અભિનેત્રીઓના પહેલા પગાર વિશે.

હિના ખાન: હિના ખાનનો પહેલો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ હતો અને આ શોએ જ હિના ખાનની જિંદગી સંપૂર્ણપણે બદલી નાખી હતી. આજે હિના ખાન ખૂબ ફેમસ થઈ ગઈ છે અને તેની ફી પણ લાખોમાં છે. પરંતુ શું તમે જાણો છો કે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના કેટલાક એપિસોડ માટે તેમને 45 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. તેનો પ્રથમ ચેક 45 હજાર હતો. પરંતુ જેમ જેમ તે પ્રખ્યાત થવા લાગી તેમ તેમ તેમનો પગાર વધતો ગયો અને આજે તેઓ કલાક પ્રમાણે લાખ રૂપિયા લે છે. એટલું જ નહીં, તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે તેને ફિલ્મોમાં વધારે સફળતા મળી નથી.

દિવ્યાંકા ત્રિપાઠી: દિવ્યાંકા ત્રિપાઠી એક જાણીતો ચહેરો છે અને તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું છે. દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની કારકિર્દીની શરૂઆત સીરીયલ ‘બનૂં મેં તેરી દુલ્હન’ થી કરી હતી. આ સીરીયલ ઘણી સફળ રહી હતી. જોકે તેને સારી ઓળખ ‘યે હૈ મોહબ્બતેં’ સિરિયલથી મળી. આ સિરિયલમાં તેણે ઇશિતા નામની છોકરીની ભૂમિકા નિભાવી હતી. આ સિરિયલ માટે દિવ્યાંકા ત્રિપાઠી ખૂબ મોટી રકમ લેતી હતી અને એક એપિસોડ માટે તેમને એક લાખથી વધુ પૈસા ચૂકવવામાં આવતા હતા. તેમની આ સિરિયલ ઘણા વર્ષો સુધી ચાલી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિવ્યાંકાની પહેલી આવક માત્ર 250 રૂપિયા હતી. દિવ્યાંકા ત્રિપાઠીના કહેવા પ્રમાણે, તેણે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક પોગ્રામ કર્યો હતો અને તેના માટે તેને માત્ર 250 રૂપિયા આપવામાં આવ્યા.

શ્રદ્ધા આર્યા: ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળેલી શ્રદ્ધા આર્યના જણાવ્યા અનુસાર, તેનો પહેલો પગાર માત્ર 10 હજાર હતો. આ પૈસા તેમને એક જાહેરાત માટે આપવામાં આવ્યા હતા. જે એક ડીટરજન્ટ પાવડરની જાહેરાત હતી. તો આજે શ્રદ્ધા આર્ય એક એપિસોડ માટે ઓછામાં ઓછા 90 હજાર રૂપિયા લે છે.

ટીના દત્તા: ટીના દત્તાનો પહેલો પગાર 500 રૂપિયા હતો, જે તેને એક પ્લે શોમાં કામ કરતી વખતે મળ્યો હતો. આ સમય દરમિયાન જ ટીના દત્તાને ઉત્તરન શો મળ્યો અને આ શોએ તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. આજે આ અભિનેત્રીઓ એક એપિસોડ માટે લાખો રૂપિયા લે છે અને ટીવી જગતનો જાણીતો ચહેરો બની ગઈ છે.

નેહા મર્દા: નેહા મર્દાએ ‘બાલિકા વધુ’ સિરિયલમાં ગહનાની ભુમિકા નિભાવી હતી અને તેનું પાત્ર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. શોમાં કામ કરવા માટે નેહાને પહેલો ચેક 1,35,000 રૂપિયાનો મળ્યો. આ શો પછી તેને ‘ડોલી અરમાનો કી’ નામના શોની ઓફર મળી હતી. જેમાં તે મુખ્ય ભૂમિકામાં હતી. આ શોમાં તેને ઘણો પગાર મળતો હતો.

રશ્મિ દેસાઇ: ટીવી દુનિયામાં આવતા પહેલા રશ્મિ દેસાઇએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું. રશ્મિ દેસાઇના જણાવ્યા અનુસાર, તેની પહેલી કમાણી 1000 રૂપિયા હતી. જે તેને એક તેલની જાહેરાત કર્યા પછી મળી હતી. ત્યાર પછી તે ટીવીની દુનિયા તરફ વળી અને સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેને સીરીયલ ઉતરનથી ઓળખ મળી અને આજે તે ફી તરીકે લાખો રૂપિયા લે છે. હાલના સમયમાં તેમણે ખૂબ મોટી કાર પણ લીધી છે.

પૂજા ગૌર: સિરિયલ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ થી પૂજા ગૌરને ઓળખ મળી હતી અને આજે તે ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. આજે તે જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેણે સખત મહેનત કરી છે. પૂજા ગૌર અનુસાર તે એક્ટિંગ કરતા પહેલાં લોકોના હાથમાં મહેંદી લગાવતી હતી અને તેની પહેલી કમાણી 500 રૂપિયા હતી. અને તેનો શો ‘મન કી અવાજ પ્રતિજ્ઞા’ ફરીથી આવી રહ્યો છે અને તે આ શોમાં મુખ્ય પાત્ર નિભાવી રહી છે.

આશા નેગી: આશા નેગીએ સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં કામ કર્યું હતું. આ સિવાય તે ઘણાં વેબ શોમાં પણ જોવા મળી છે. આજે તે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. પરંતુ તેની પહેલી કમાણી 3,500 રૂપિયા હતી. ખરેખર આશા દેહરાદૂનમાં એક બીપીઓમાં કામ કરતી હતી અને તે દરમિયાન તે આ પગાર આપવામાં આવ્યો હતો. થોડા સમય પછી તે મુંબઈ આવી અને અહીં તેણે સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું.

2 thoughts on “કોઈની કમાણી હતી 1 હજાર તો કોઈની હતી 500 રૂપિયા, જાણો આ 7 ટીવી અભિનેત્રીની પહેલી કમાણી કેટલી હતી

Leave a Reply

Your email address will not be published.