ઘરના ખુણામાં હળદરથી કરો આ કામ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન, ઘરમાં આવશે પૈસા જ પૈસા

ધાર્મિક

હળદર એક એવી ચીજ છે જે તમને લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળી જશે. સામાન્ય રીતે આપણે બધા જ ભોજન બનાવતી વખતે હળદરનો ઉપયોગ કરીએ છીએ. કેટલાક લોકો હળદરના ઔષધીય ગુણધર્મોને લીધે તેનો ઉપયોગ સારા સ્વાસ્થ્ય માટે અને ઘરેલું ઉપાય તરીકે પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે હળદરનો ઉપયોગ જ્યોતિષીય ઉપાયોમાં પણ થાય છે. હળદરના કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે તમારા જીવનની અનેક મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો. આ જ કારણ છે કે ઘણા માંગલિક કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા હળદર વગર પૂર્ણ થતી નથી. તો ચાલો જાણીએ કે હળદર તમારા જીવનની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરી શકે છે.

પૈસાની અછત, વધુ પૈસા ખર્ચ થવા, કમાણીના સાધન ન હોવા અથવા પૈસાની કોઈ પણ સમસ્યાને તમે હળદરના ઉપાયથી ઠીક કરી શકો છો. ઘણીવાર ઘરની ખરાબ આર્થિક સ્થિતિનું કારણ નકારાત્મક ઉર્જા પણ હોય છે. આવી સ્થિતિમાં જો તમે ઘરના દરેક ખૂણામાં પીસેલી હળદર છાંટશો તો આ નકારાત્મક ઉર્જાથી છૂટકારો મળી શકે છે. હળદરનો છંટકાવ કર્યા પછી, તમારે ત્યાં લૂછીને સાફ પણ કરવું પડશે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે. આ ચીજ તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો કરશે.

એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી માત્ર તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે. નકારાત્મક ઉર્જા વાળા ઘરમાં લક્ષ્મીજી આવવું પસંદ કરતા નથી. તેથી તમારે દર ગુરુવારે હળદરનાં પાણીથી ઘરમાં છંટકાવ જરૂર કરવો જોઈએ. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેશે. તેનાથી તમને માત્ર માતા લક્ષ્મીના જ નહિં પરંતુ ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ મળશે. આ ઉપાય કરવાથી માત્ર તમારા ધનમાં જ વધારો થશે નહિં પરંતુ સુખ શાંતિ માં પણ વધારો થશે.

જો વિવાહિત જીવનમાં લડાઈ અથવા તણાવ હોય તો પણ હળદરનો આ ઉપાય તમારા સંબંધોને તૂટવાથી બચાવી શકે છે. આ માટે ગુરુવારે પીળા કપડા પહેરો. હવે તમારા હાથમાં હળદરની ગાંઠ રાખો અને કોઈ પણ ભગવાનની સામે બેસીને આ મંત્રનો જાપ કરો ‘ૐ રત્યૈ કામદેવાયઃ નમઃ’. આ કરવાથી પતિ પત્ની વચ્ચેના તણાવનું કારણ સમાપ્ત થઈ જાય છે. આ સાથે જ બંને વચ્ચેનો પ્રેમ પણ વધવા લાગે છે. આ ઉપાયની સાથે જ તમે હુરૂવારની સાંજે ચણાના લોટથી બનેલી ચીજોનું સેવન કરો.

જો નસીબ તમરો સાથ આપી રહ્યું નથી તો હળદર તમારું નસીબ બદલી શકે છે. આ સાથે જ્યારે પણ તમે ઘરની બહાર નિકળૉ ત્યારે માથા પર હળદરનું તિલક લગાવી લો. આ ઉપરાંત તમારી નોકરી સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થશે.