હનુમાનજીને આ કારણે ચળાવવામાં આવે છે તુલસીની માળા, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ કથા

ધાર્મિક

આજે આખા ભારતમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રો અનુસાર બજરંગબલીનો જન્મ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે થયો હતો. આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા 27 એપ્રિલ છે. ખાસ વાત એ છે કે આ વખતે મંગળવારે ચૈત્ર મહિનાનિ પૂનમ આવી રહી છે. મંગળવારને બજરંગબલીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે તેની પૂજા જરૂર કરવી જોઈએ.

તુલસીની માળા ચળાવો: હનુમાનજીની વિધિપૂર્વક પૂજા કરવાથી દુઃખોનો અંત આવે છે અને હનુમાનજી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. હનુમાનજીની પૂજા કરતી વખતે, તેમને બુંદીનો ભોગ જરૂર લગાવો અને તુલસીની માળા પણ ચળાવો. હનુમાનજીને તુલસીની માળા અર્પણ કરવી ખૂબ ફળદાયક માનવામાં આવે છે. તેમને આ માળા ચળાવવા સાથે એક કથા પણ જોડાયેલી છે, જે નીચે મુજબ છે.

એકવાર માતા સીતા ભોજન બનાવી રહ્યા હતા. ત્યારે ત્યાં હનુમાનજી આવ્યા અને તેમણે માતા સીતાને કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી રહી છે, માતા મને જમવાનું આપો. માતા સીતાએ વિલંબ કર્યા વગર હનુમાનજીને ભોજન આપ્યું. પરંતુ હનુમાનજીનું પેટ ભરાયું નહીં. બધું ભોજન પૂર્ણ થયા પછી પણ તે વધારે ભોજન માંગવા લાગ્યા. ત્યારે માતા સીતાએ રામજીની મદદ માંગી અને કહ્યું કે હું હનુમાનજીની ભૂખ કેવી રીતે શાંત કરું. રામજીએ સીતા માતાને કહ્યું કે તમે હનુમાન ને ખાવા માટે તુલસીના પાન આપો. તુલસીના પાન ખાવાથી તેમની ભૂખ શાંત થઈ જશે. માતા સીતાએ ભગવાન હનુમાનની થાળીમાં તુલસી પત્ર મૂક્યું. આ પાન ખાતાની સાથે જ હનુમાનજીની ભૂખ શાંત થઈ ગઈ. ત્યારથી હનુમાનજીને તુલસીના પાન અને માળા ચળાવવાની પ્રથા ચાલી રહી છે.

બુંદીના લાડૂ: જો જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો હનુમાનને બુંદીનો ભોગ લગાવો. લાલ રંગની બુંદી બજરંગબલીને ખૂબ જ પસંદ છે. બુંદીના લાડૂ અથવા બુંદી ચળાવવથી બધા ગ્રહ અવરોધોનો નાશ થાય છે. બંદી ઉપરાંત તમે હનુમાનજીને બેસન લાડુ પણ ચળાવી શકો છો.

ફૂલો ચળાવો: હનુમાનજીને લાલ અને પીળો રંગ ખૂબ જ પસંદ છે. તેથી તેમની પૂજા કરતી વખતે તેમને લાલ અથવા પીળા ફૂલો ચળાવો. હનુમાનજીને જાસૂદ, ગલગોટા, ગુલાબ અથવા કમળનું ફૂલ ચળાવવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

વાંચો હનુમાન ચાલીસા: હનુમાનજીની સાથે ભગવાન રામ અને માતા સીતાની પણ પૂજા કરવી જોઈએ. હનુમાન જયંતી પર હનુમાન ચાલીસાના પાઠ કરો. આનો પાઠ કરતા પહેલા ભગવાન રામ અને માતા સીતાનું નામ લો. ત્યાર પછી આ પાઠ શરૂ કરો. પાઠ પૂએણ થયા પછી પણ તેના નામનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.

સિંદૂર ચળાવો: હનુમાનજીની મૂર્તિની સામે રામ રક્ષા સ્ત્રોતના પાઠ કરો અને તેમને સિંદૂર ચળાવો. આ સિંદૂરને તમારી સાથે ઘરે લાવો અને તેને તમારા પલંગની નીચે રાખો. આ કરવાથી તમને ડરથી છૂટકારો મળશે.