કરીના અને અનુષ્કા પછી હવે ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’ ફેમ મીરા મિત્તલે પણ આપ્યા ગુડ ન્યૂઝ, જુવો તેના બેબી બમ્પની તસવીર

બોલિવુડ

એક્ટિંગની દુનિયા વિશે વાત કરીએ તો ઘણા સ્ટાર્સે માતા-પિતા બનવાના સમાચાર તેમના ચાહકોને આપ્યા છે. જો આપણે છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ, તો પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂરે પણ તૈમૂર પછી તેના બીજા સંતાનના સમાચાર ચાહકોને આપ્યા હતા. અને સાથે જ એક બીજી જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ તેના ચાહકોને તેના પહેલા બાળક વિશે જણાવ્યું છે. અને આજે અમે તમને એવી જ એક બોલીવુડ અભિનેત્રી સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ, જે થોડા જ દિવસોમાં માતા બનવાની છે. અને તેઓએ આ બધી માહિતી પોતે જ ચાહકો સુધી પહોંચાડી છે.

આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ટીવીની જાણીતી અભિનેત્રી કંગના શર્મા છે. તેણે થોડા દિવસો પહેલા તેની પ્રેગ્નેંસીની જાણ કરી હતી. જણાવી દઈએ કે આ કંગના અન્ય કોઈ નહીં પરંતુ સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’ ની પ્રખ્યાત અભિનેત્રી છે. અભિનેત્રી કંગના તેની કારકીર્દિથી માંડીને તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સુધીની દરેક જગ્યાએ ખૂબ જ એક્ટિવ છે. અને આવી સ્થિતિમાં તે આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ પ્રખ્યાત છે. સાથે જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 10 લાખથી વધુ ચાહકો છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ખૂબ જ એક્ટિવ હોવાથી, તે ઘણીવાર તેની તસવીરો અથવા રીયલ લાઇફને લગતા સમાચારો ચાહકો સુધી પહોંચાડે છે.થોડા સમય પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા, તેણે માતા બનવાના સમાચાર તેના ચાહકો સુધી પહોંચાડ્યા છે. આ તસવીરમાં અભિનેત્રીએ લાઈમ કલરની ડ્રેસ પહેરી છે અને તેનું બેબી બમ્પ ફ્લાંટ કરતી જોવા મળી રહી છે.

આવી સ્થિતિમાં, ચાહકો પણ તેમને તેમના જીવનના આગલા તબક્કા માટે અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં તેની તસવીરને લાખો લાઈક મળી ચુકી છે અને ચાહકો તેની તસવીર પર કમેન્ટ કરીને આગળની જિંદગીની શુભેચ્છાઓ આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ તસવીરમાં અભિનેત્રીએ પોતાના બેબી બમ્પ સાથે ખૂબ જ ક્યૂટ પોઝ આપ્યો છે અને સાથે નીચે કેપ્શનમાં પોતાના મનની વાત પણ કહી છે.

આ તસવીર સાથે અભિનેત્રીએ ખૂબ જ સુંદર મેસેજ પણ આપ્યો છે. અભિનેત્રીએ લખ્યું છે, “એક બાળક તમારા પ્રેમને મજબૂત બનાવશે, દિવસો ટૂંકા અને રાત લાંબી બનાવશે. ઘરમાં ખુશીઓ લાવશે, કપડાંને ગંદા કરશે … ભૂતકાળને ભૂલીને ભવિષ્યને જીવવાલાયક બનાવશે.

છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો અભિનેત્રીએ એક બીજી તસવીર તેના નાના મહેમાન સાથે શેર કરી છે, જેમાં તે સ્ટાઇલિશ ડ્રેસ પહેરીને આઉટડોર શૂટ કરતી જોવા મળી રહી છે. આમાં તેણે પીળા રંગની પટ્ટાવાળી ડ્રેસ પહેરી છે. આ તસવીર પર પણ તેને તેના ચાહકો તરફથી અનેક અભિનંદન મળી રહ્યા છે. જો કે, તેમના કેટલાક ચાહકો એમ પણ કહેતા જોવા મળે છે કે તેને આ સ્થિતિમાં ઘરથી દૂર જવું જોઈએ નહિં. તેની એક્ટિંગની વાત કરીએ તો તેણે સીરિયલમાં ‘તુ સૂરજ મેં સાંજ પિયાજી’ માં મીરા મિત્તલની ભૂમિકા નિભાવી હતી. આ સિરિયલમાં કંગનાની એક્ટિંગની ખૂબ પ્રસંશા પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.