નાના બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરતી માતા જરૂર જાણો, આ 3 સુવિધાઓ મળે છે બિલકુલ ફ્રી

વિશેષ

ટ્રેનમાં મુસાફરી કરવી કેટલી આરામદાયક છે, તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. મુસાફરી કરવા માટે ટ્રેનની સફર ખરેખર આપણા મનને એક સુંદર ખુશી આપવાની તક છે. જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરવાનો સમય આવે છે, ત્યારે દરેકના મન તીવ્ર ઉત્સાહથી ભરાઈ જાય છે. મુસાફરીનું અંતર લાંબુ હોય ત્યારે ટ્રેનથી મુસાફરી કરવી સૌથી શ્રેષ્ઠ છે.

દરરોજ લાખો કરોડોની સંખ્યામાં મુસાફરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. આ કારણોસર, ભારતીય રેલ્વેને ભારતની જીવન રેખા પણ કહેવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી કરવી એ અનુકૂળ અને આરામદાયક તો હોય જ છે સાથે જ તેની મદદથી આપણે એક રાજ્યથી બીજા રાજ્યમાં ખૂબ જ ઝડપથી પહોંચી જઈએ છીએ અને વધુ ભાડું પણ નથી લાગતું.

આટલું જ નહીં પરંતુ સમય સમય પર રેલ્વે તેના મુસાફરો માટે ઘણી સુવિધાઓ પણ આપે છે. ખાસ કરીને તે સીનિયર સિટીઝન, વિકલાંગ અને પ્રેગ્નેંટ સ્ત્રીઓ માટે સારી સુવિધાઓ આપે છે. પરંતુ શું તમે આ વાત જાણો છો કે નાના બાળકો સાથે મુસાફરી કરતી માતાને પણ ઘણી સુવિધાઓ મળે છે.

હા, જો કોઈ મહિલા તેના નાના બાળક સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી છે, તો તેને પણ કેટલીક સુવિધાઓ મળે છે અને તે સંપૂર્ણપણે ફ્રી છે. જો તમે આ વિશે નથી જાણતા તો આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ.

બેબી બર્થ મળશે અલગથી: જો તમે તમારા નાના બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો સીટ શેર કરવી ખૂબ મુશ્કેલ હોય છે. જણાવી દઈએ કે રેલ્વેએ તાજેતરમાં જ ફ્રી બેબી સીટની સુવિધા શરૂ કરી છે. પોતાના બાળક સાથે મુસાફરી કરનાર નવી માતાઓ માટે ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બનાવવાના હેતુથી, ભારતીય રેલ્વેએ ફોલ્ડેબલ બેબી બર્થની શરૂઆત કરી છે.

આ પહેલ ઉત્તર રેલવેના લખનૌ અને દિલ્હી ડિવિઝનનો એક સંયુક્ત પ્રયત્ન છે. તેમાં સીટની સાથે બેબી સીટ પણ જોડવામાં આવી છે. આ બેબી બર્થ ફોલ્ડેબલ છે અને સ્ટોપરથી સજ્જ છે જેથી બાળક પડી ન જાય. તેના માટે કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. આ સીટ સંપૂર્ણપણે ફ્રી છે. પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે તમારી ટિકિટ કઢાવી રહ્યા છો, ત્યારે પહેલા તમારે ફોર્મમાં બાળકની માહિતી આપવી પડશે.

નથી લાગતી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ટિકિટ: જો તમારું બાળક 5 વર્ષનું છે, તો ઘણીવખત એવું જોવા મળે છે કે ઘણા લોકો તેના માટે પણ ટિકિટ લે છે, પરંતુ ટ્રેનમાં 5 વર્ષના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકે છે. તેમની ટિકિટ લેવાની જરૂર નથી.

બર્થ કરાવી શકો છો અપગ્રેડ: જે મહિલાઓ પોતાના નાના બાળક સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી છે તેમના માટે બર્થ અપગ્રેડ કરવાનો વિકલ્પ પણ છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી છે કે જેમને આ વિષયમાં માહિતી બિલકુલ પણ નથી. જોકે આ વિકલ્પ લિમિટેડ છે. જો તમે તમારા નાના બાળક સાથે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો ટીટી સાથે વાત કરીને બર્થ અપગ્રેડ કરાવી શકાય છે. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો રેલવે ઓફિસરને જાણ કરી શકો છો અથવા તો ટ્વિટર પર રેલવેને ટેગ કરીને પણ કહી શકો છો કે તમારી સાથે એક બાળક છે અને તમારે બર્થની જરૂર છે.