રેલવે સીન શૂટિંગ કરવા માટ કેટલા પૈસા આપવા પડે છે મેકરને, ભાડું છે એટલું કે છૂટી જશે પરસેવો

બોલિવુડ

હિન્દી ફિલ્મોમાં અવારનવાર ટ્રેનની સવારી અથવા પછી રેલવે સ્ટેશનના સીન જોવા મળે છે. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં ટ્રેન જોવા મળી છે અને જેનાથી ફિલ્મની શોભા પણ વધે છે. જો કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેન અથવા સ્ટેશન પર શૂટિંગ માટે રેલવે શું ચાર્જ કરે છે. કદાચ ઘણા લોકોના મનમાં આ સવાલ ઉત્પન્ન થયો નહિં હોય. જો કે તમને જણાવી દઈએ કે રેલવે શૂટિંગ માટે મેકર્સ પાસેથી પૈસા લેવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે કેટલા પૈસા લેવામાં આવે છે.

નોંધપાત્ર છે કે જૂના જમાનાથી ફિલ્મોમાં ટ્રેનનો ઉપયોગ થતો આવ્યો છે. ભલે આપણે દાયકાઓ પહેલાની ફિલ્મો જોઈએ કે આજના સમયની. ફિલ્મોમાં અવારનવાર ટ્રેનનો સીન જોવા મળે છે. ફિલ્મો સાથે જોડાયેલા ઘણા કલાકારો આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળે છે. જોકે મેકર્સને આ સફર ખૂબ મોંઘી પડે છે. રેલવે તેના માટે લાખો રૂપિયા સુધી ચાર્જ કરે છે.

માની લો કે જો કોઈ ફિલ્મના શૂટિંગ માટે મેકર્સને ટ્રેનના એક એંજિન અને ચાર ડબ્બાની જરૂર છે તો તેના માટે તેને માત્ર એક દિવસ માટે રેલવે ને લગભગ 50 લાખ રૂપિયા ચુકવવા પડશે. આ વાતમાં કોઈ શંકા નથી કે રેલવેનો ખર્ચ ઉઠાવવો દરેકના બસની વાત નથી. 50 લાખ રૂપિયા માત્ર એક દિવસનો ચાર્જ છે. તે પણ માત્ર ટ્રેનના એક એંજિન અને 4 ડબ્બાનો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ જો શૂટિંગ માટે કોઈ માલગાડીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓછામાં ઓછો 200 કિલોમીટરનો ચાર્જ મેકર્સે રેલવેને આપવો પડે છે. તેમાં પણ એક નવાઈની વાત એ છે કે જો કોઈ શૂટીંગ માટે માત્ર એક કિલોમીટરનો ઉપયોગ કરે તો પણ ફી સંપૂર્ણ ચૂકવવી પડે છે. એટલે કે રેલવે 426600 પ્રતિ દિવસના દરે ચાર્જ વસૂલે છે.

ટ્રેન રોકવાનો ચાર્જ પણ મોંઘો: સાથે જ જો કોઈ ફિલ્મ અથવા વેબ સિરીઝ અથવા કોઈપણ સિરિયલના શૂટિંગ દરમિયાન ટ્રેનને રોકવામાં આવે છે, તો તેના માટે પણ ફી ચૂકવવી પડે છે. એવું કહેવાય છે કે તેના માટે 900 રૂપિયા પ્રતિ કલાકના દરે વધારાનો ચાર્જ લેવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે હિન્દી સિનેમામાં ટ્રેનના નામે ઘણી ફિલ્મો બની છે. ઉદાહરણ તરીકે રાજેશ ખન્નાની ‘ધ ટ્રેન’ અને ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જિતેન્દ્ર, હેમા માલિની, નીતુ કપૂર અને પરવીન બાબીની ‘ધ બર્નિંગ ટ્રેન’.

અસલી ટ્રેન અને સ્ટેશન પર શૂટિંગનો ખર્ચ વધુ: રેલવેએ ફિલ્મોના શૂટિંગને ધ્યાનમાં રાખીને સ્ટેશનોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે. જેમાં એ વન ક્લાસમાં એક દિવસની ફી એક લાખ રૂપિયા, બી વન અને બી ટુ ક્લાસવાળા સ્ટેશન માટે 50 હજાર રૂપિયા પ્રતિ દિવસ માટે ચુકવવામાં આવે છે.

જો કે તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં દર્શાવવામાં આવતા રેલ્વે સ્ટેશન અથવા ટ્રેનના ભાગનું શૂટિંગ અસલી રેલવે સ્ટેશન ઉપરાંત ફિલ્મ સિટીમાં બનેલા આર્ટિફિશિયલ સ્ટેશનોમાં પણ થાય છે.