તુલસીના છોડને સ્પર્શ કરીને વિધિપૂર્વક કરો આ મંત્રના જાપ, થઈ જશે દરેક ઈચ્છા પૂર્ણ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસીનો છોડ વાસ્તુ દોષોને સમાપ્ત કરનાર પણ માનવામાં આવે છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

આટલું જ નહીં પરંતુ એ પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે, તે ઘરમાં ક્યારેય પણ ગરીબી અને દુર્ભાગ્ય નથી આવતું. આવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને તુલસીની પૂજા દરરોજ કરવાથી મોક્ષ પણ મળે છે. તો ચાલો આવી સ્થિતિમાં જાણીએ તુલસીના છોડનું મહત્વ અને છોડને સ્પર્શ કરીને મંત્ર બોલવાથી ક્યા ફાયદા થઈ શકે છે તેના વિશે.

જણાવી દઈએ કે વિષ્ણુ પૂજામાં પણ તુલસીને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત એ પણ માનવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે, ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર એટલે કે ત્રિદેવનો વાસ હોય છે અને તુલસીની માત્ર પૂજા કરવાથી મહાપાતકનો પણ તે રીતે નાશ થઈ જાય છે જે રીતે સૂર્ય ઉદય થવા પર અંધકાર નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તુલસીના છોડને સ્પર્શ કરીને આ એક મંત્રનો જાપ કરવાથી તમે ઇચ્છિત ફળ મેળવી શકો છો. તો ચાલો જાણીએ તે મંત્ર વિશે.

“મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વં નમોસ્તુતે…” આ મંત્રના જાપ કરીને તમે ઈચ્છિત ફળ મેળવી શકો છો, પરંતુ મંત્રના જાપ કરવા પહેલા પણ કેટલાક ઉપાય કરવા ખૂબ જ જરૂરી હોય છે, તો તેને જાણવા અને તેના પર અમલ કરવો પણ ખૂબ જ જરૂરી છે.

તુલસી મંત્ર પહેલા કરો આ કામ: જણાવી દઈએ કે જો તમે તુલસી મંત્રના જાપ કરવાનું વિચારી રહ્યા છો અને ઇચ્છિત ફળ મેળવવા ઈચ્છો છો, તો પહેલા તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

તમારા ઈષ્ટદેવની પૂજા કરો. સૌથી પહેલા તુલસીજીને પ્રણામ કરો. તુલસીજીને શુદ્ધ જળ અર્પણ કરો. તુલસીજીને સિંદૂર અને હળદર ચળાવો. આ તુલસીજીનો શણગાર છે. તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ-અગરબત્તી જરૂર કરો. તુલસીજીની 7 વખત પરિક્રમા કરો. ત્યાર પછી આ મંત્રના જાપ કરો. નોંધપાત્ર છે કે મંત્રના જાપ કર્યા પછી તમારી દરેક ઈચ્છા તુલસીને સ્પર્શ કરીને બોલી દો. તે જરૂર પૂર્ણ થઈ જશે.