અચાનક ધન લાભ મેળવવા માટે કરો આ 6 ટોટકા, તેને કરતાની સાથે જ મળવા લાગશે પૈસા જ પૈસા

ધાર્મિક

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુ પૈસા કમાવવા ઈચ્છે છે અને પૈસા કમાવવા માટે લોકો રાત-દિવસ મહેનત કરે છે. પરંતુ છતા પણ વધુ પૈસા કમાવવામાં નિષ્ફળ રહે છે. જો તમે પણ અમીર બનવાની ઈચ્છા રાખો છો અને વધુ પૈસા કમાવવા ઈચ્છો છો, તો તમારે સખત મહેનતની સાથે નીચે જણાવેલ ઉપાય પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ધન લાભ મળે છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

પીપળાના ઝાડની પૂજા કરો: પીપળાના ઝાડની પૂજા કરવાથી અને પીપળાના ઝાડ પર સફેદ અને લાલ ધ્વજા ચળાવવાથી ધન લાભ મળે છે. તેથી તમે દર ગુરૂવારે આ ઉપાય જરૂર કરો.

તિજોરીમાં રાખો કમળનું ફૂલ: તમે તમારા ધંધાના સ્થળ પર અથવા ઘરની તિજોરીમાં કમળનું ફૂલ રાખો. તમે આ ફૂલને કપડામાં વીંટીને તિજોરીમાં રાખો અને એક મહિના પછી આ ફૂલની જગ્યાએ બીજું કમળનું ફૂલ મૂકો. કમળના ફૂલ સાથે જોડાયેલો આ ઉપાય શુક્રવારે કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમને ધન લાભ મળશે.

ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવો: તમે દર શુક્રવારના દિવસે તમારા ઘરના ઈશાન કોણમાં સાંજના સમયે દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવવાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને ધન લાભ મળતો રહેશે.

ઘરમાં લગાવો નાગ કેસરનો છોડ: નાગકેસરનો છોડ ખૂબ જ શુભ છે અને આ છોડ ઘરમાં લગાવવાથી અને આ છોડને દરરોજ પાણી ચળાવવાથી આવકમાં વધારો થાય છે. તેથી તમે કોઈપણ શુભ સમય દરમિયાન, તમારા ઘરના આંગણામાં નાગકેસરનો છોડ લગાવો અને આ છોડની સાર-સંભાળ રાખો. આ છોડ ઉપરાંત જો તમે ઇચ્છો તો, તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. મની પ્લાન્ટના છોડને પણ ધન સાથે જોડીને જોવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે મની પ્લાન્ટ ઘરમાં હોવાથી પૈસાની સ્થિતિ હંમેશા સારી રહે છે.

તિજોરીમાં રાખો કુબેર યંત્ર: કુબેરને સંપત્તિના દેવ કહેવામાં આવે છે અને ઘરમાં કુબેરની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ છે. તેથી તમારે તમારા ઘરના મંદિરમાં કુબેર ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ. મૂર્તિ ઉપરાંત તમે એક કુબેર યંત્ર તમારી તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. ઘરના કુબેર યંત્ર ઘરમાં હોવાથી તમને પૈસાનું નુક્સાન નહિં થાય અને હંમેશા આવકમાં વધારો થતો રહેશે.

કૂવા પાસે દીવો પ્રગટાવો: ધન લાભની ઈચ્છા રાખતા લોકો કૂવા પાસે દીવો પ્રગટાવો અને કૂંવાની પૂજા કરો. આ ઉપાય કરવાથી ધન – સંપત્તિમાં વધારો થશે. જો કે આ ઉપાય કરતી વખતે તમે આ વાતનું જરૂર ધ્યાન રાખો કે દીવો પ્રગટાવ્યા પછી તમે પાછળ વળીને ન જુવો અને કોઈ સાથે વાત કર્યા વગર તમારા ઘરે પરત આવો. આ ઉપાય શનિવારના દિવસે કરો.

Leave a Reply

Your email address will not be published.