આજે શરદ પૂર્ણિમા પર બની રહ્યો છે શુભ યોગ તેનાથી આ 4 રાશિના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો અન્ય રાશિના હાલ

ધાર્મિક

અમે તમને શુક્રવાર 30 ઓક્ટોબરનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 30 ઓક્ટોબર 2020.

મેષ: આજે તમારે ધૈર્ય રાખવું પડશે. મૂડી રોકાણ થશે. મિત્રોનો સાથ મળશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સાવચેત રહો. નાણાકીય લાભ મળશે. વિદેશ સ્થિત સબંધીઓના સમાચાર મળશે. ધંધામાં આર્થિક લાભ થશે. નવા પ્રસંગ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે તમને રાજકીય બાબતોમાં સફળતા મળશે. નસીબનો સાથ મળી શકે છે. સંતાનો પાછળ ખર્ચ થશે.

વૃષભ: આજે એવા નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. જેમની સાથે નવા સંબંધો શરૂ થશે. અધૂરું કામ પૂર્ણ થવા તરફ આગળ વધશે. ધંધામાં વૃદ્ધિની સંભાવનાઓ છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. તમને માન-સમ્માન મળશે. સંપૂર્ણ આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળ સાથે, તમે કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. પ્રમોશન મળવાની સંભાવના છે. સામાજિક કાર્યમાં માન-સમ્માન વધશે.

મિથુન: નોકરીમાં પ્રમોશન અને આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિથી આનંદ અને સંતોષ મળશે. પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે આનંદપૂર્વક પળો પસાર કરશો. સ્ત્રી વર્ગથી ફાયદો થવાની પણ સંભાવના છે. બાળકો તરફથી પણ લાભ મળશે. ટૂંકી મુસાફરી માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. પરિવારમાં તમને તમારા પિતાનો સહયોગ મળશે. ઘણા વર્ષોથી અટકેલા કામ પૂર્ણ થશે.

કર્ક: આજે તમે વ્યવસાયિક નિર્ણયો સરળતાથી લઈ શકો છો. તેમાં તમે સફળ થશો. માંદગી અથવા અકસ્માત થવાની સંભાવના હોવાથી તે બાબતમાં સાવચેત રહો. પરિવારમાં પણ મતભેદો રહેશે, પરંતુ મધ્યાહ્ન ભોજન બાદ તમે બધા કામમાં અનુકુળતા અનુભવશો. પરિણામે કામ કરવામાં ઉત્તેજના મળશે. આજે માન-પ્રતિષ્ઠાને નુકસાન થશે. ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને મોજ-શોખ અને મનોરંજન પાછળ ખર્ચ થશે. પૂર્વનિર્ધારિત કાર્યોમાં સફળતા મળશે.

સિંહ: ભવિષ્યની ચિંતા થશે. આજે કલાત્મકતામાં સુધારો લાવવાનો દિવસ છે. લોકો આજે મનોરંજન પાછળ ખર્ચ કરશે. ઘરમાં સુખ અને શાંતિ રહેશે. તમારી સર્જનાત્મક અને કલાત્મક શક્તિમાં વધારો થઈ શકે છે. કાર્ય ઉત્સાહ અને જાગ્રતાથી કરો. જીવનસાથી સાથે નાનો વિવાદ થવાની સંભાવના છે, તેથી કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં આવવાથી બચો.

કન્યા: ઉદાસી મનમાં નકારાત્મક વિચારો લાવશે. અતિશય પૈસા ખર્ચ થશે. નવું કાર્ય શરૂ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. બપોર પછી તમારો ઉત્સાહ વધવાની સંભાવના છે અને તેનાથી મન પ્રફુલ્લિત બનશે. ખાવા પીવામાં સંયમ રાખવો પડશે. જીવનની વાસ્તવિકતાનો સામનો કરવા માટે, તમારે તમારા પ્રિયતમને થોડા સમય માટે ભૂલી જવા પડશે.

તુલા: સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારું વલણ વધશે. આજે તમે ઘરેલું જવાબદારીઓ નિભાવવા માટે કેટલાક પૈસા ખર્ચ કરી શકો છો. મહેનતુ બનીને તમારે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પૈસાની લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી. મોટું નુકસાન થઈ શકે છે. આજે તમે માતાપિતા સાથે ઉત્તમ સમય પસાર કરશો. વિવાહિત જીવનમાં પ્રેમ અને શાંતિ રહેશે. તમારી ખોટી આદતોને છુપાવશો નહીં અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

વૃશ્ચિક: આજે અચાનક નવા સ્રોતથી પૈસા મળશે, જે તમારો દિવસ ખુશખુશાલ બનાવશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારા પિતા તમારાથી ખૂબ ખુશ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને તમારા સંબંધો પણ મજબૂત રહેશે. તમે પારિવારિક અને આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપશો. વિદ્યાર્થીઓ ભણતરના ક્ષેત્રમાં સારી રીતે અભિવ્યક્ત કરી શકશે.

ધનુ: આજે તમને ઓફિસમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. યોગ્ય વ્યક્તિ સમસ્યાઓ હલ કરશે. પૈસાની બાબતમાં દિવસ ઉતાર-ચઢાવથી ભરપુર રહેશે. ઓફિસમાં કામ આજે ખૂબ જ યોગ્ય રીતે થશે. આજે પૈસા સરળતાથી તમારા હાથમાંથી સરકી જશે. તમે એવી કોઈ ચીજની ઇચ્છા કરી શકો છો જે કોઈ બીજાની છે અથવા તમે વહેંચેલી મિલકત પર વધુ નિયંત્રણ ઇચ્છો છો. વાહન, મકાન વગેરે સંબંધિત કાર્યવાહીમાં કાળજીપૂર્વક આગળ વધવું.

મકર: તે વિદ્યાર્થીઓ માટે ખુશીનો દિવસ રહેશે. શક્ય છે કે તમે કોઈપણ મુશ્કેલ કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકો. જો તમે ધંધો કરો છો તો આજે કોઈ મોટું કામ તમને મળી શકે છે. વેપારી વર્ગને નિરાશાની અનુભૂતિ થઈ શકે છે. જો તમે ઈમાનદારીથી મહેનત કરશો તો તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે.

કુંભ: આજનો દિવસ ખુબ ખુશ રહેશે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. કદાચ તમારા ભાઈ પાસેથી લીધેલી સલાહ ફાયદાકારક બની શકે છે. કાનૂની કાર્યવાહીમાં તમારી વાત યોગ્ય રીત્ર રજૂ કરો નહિં તો તમારો પક્ષ નબળો પડી શકે છે. થોડો તણાવ પણ તમને પરેશાન કરી શકે છે. જો તમે કોઈ નવું વાહન ખરીદવા ઇચ્છો છો તો શો-રૂમમાં જઈને તમારા માટે ગાડી જોવા માટે દિવસ સારો છે.

મીન: આજે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે પૈસા સાથે જોડાયેલું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે જેના કારણે તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે. જૂની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. અચાનક પારિવારિક જીવનમાં કોઈ જૂનો મુદ્દો ઉભો થઈ શકે છે. આ દિવસ પ્રેમના દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશેષ રહેશે. પરિવાર અને મિત્રોની ધનિષ્ઠતામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published.