સલમાન ખાન સાથે કામ કરવા માટે આ અભિનેત્રી એ અઢી વર્ષ સુધી કરી હતી મેહનત, ઘટાડ્યું હતું 30 કિલો વજન

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ સારું અને મોટું નામ કમાવ્યું છે. 70 અને 80 ના દાયકામાં, તેમણે મુખ્ય અભિનેતા તરીકે હિન્દી સિનેમાને ઘણી મોટી અને યાદગાર ફિલ્મો આપી. શત્રુઘ્ન સિંહા જૂના જમાનાના ખૂબ જ લોકપ્રિય ફિલ્મ કલાકાર છે.

શત્રુઘ્ન સિંહા ત્રણ બાળકોના પિતા છે. તેમને બે પુત્રો લવ સિંહા અને કુશ સિંહા છે. જ્યારે એક પુત્રી સોનાક્ષી સિન્હા છે, જોકે શત્રુઘ્નની જેમ તેના બાળકો ફિલ્મી દુનિયામાં સફળ થઈ શક્યા નથી. અમુક હદ સુધી, સોનાક્ષીએ થોડું નામ કમાવ્યું અને તેણે કેટલીક હિટ ફિલ્મો આપી પરંતુ સોનાક્ષી મોટી અભિનેત્રી બની શકી નહીં.

સોનાક્ષીને હિન્દી સિનેમામાં કામ કરતા લગભગ 12 વર્ષ થઈ ગયા છે. તેનું હિન્દી સિનેમામાં ડેબ્યૂ ધમાકેદાર થયું હતું, જોકે આગળ જઈને તે ફ્લોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ થઈ ગઈ. જણાવી દઈએ કે અભિનેત્રી તરીકે સોનાક્ષીની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી.

વર્ષ 2010માં અભિનેત્રીની પહેલી ફિલ્મ ‘દબંગ’ આવી હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સાથે પ્રખ્યાત અભિનેતા સલમાન ખાને કામ કર્યું હતું. બંનેની જોડી મોટા પડદા પર હિટ રહી હતી અને બંનેની આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી. પહેલી જ ફિલ્મમાં સોનાક્ષીએ પોતાના કરતા 22 વર્ષ મોટા અભિનેતા સલમાન ખાન સાથે કામ કર્યું હતું.

શત્રુઘ્ન સિન્હા જેવા અભિનેતાની પુત્રી સોનાક્ષી સિન્હાનું ફિલ્મોમાં આવવાનું કોઈ સપનું ન હતું. તે અભિનેત્રી બનવા ઈચ્છતી ન હતી, પરંતુ સોનાક્ષી ફેશન ડિઝાઈનર બનવા ઈચ્છતી હતી. જો કે નસીબને કંઈક અન્ય મંજુર હતું. ફેશન ડિઝાઈનર બનવાનું સપનું જોનાર સોનાક્ષી ઈચ્છા ન હોવા છતાં પણ બોલીવુડ બ્યુટી બની ગઈ.

લગભગ 22 વર્ષની ઉંમરમાં સોનાક્ષીએ હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો. તે પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલમાં છવાઈ ગઈ હતી. તેની પાસે ચાહકોને ઘણી આશાઓ હતી જોકે તે દર્શકો અને ચાહકોની આ આશાઓ પર ખરી ઉતરી શકી નહિં. પરંતુ સોનાક્ષીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ ન કર્યું. તે હાલમાં કામ કરી રહી છે.

બોલિવૂડ ડેબ્યૂ માટે ઘટાડ્યું 30 કિલો વજન: જણાવી દઈએ કે હિન્દી સિનેમામાં પગ મૂકતા પહેલા સોનાક્ષીનું વજન ખૂબ વધારે હતું. બોલિવૂડ ડેબ્યુ પહેલા તે ખૂબ જાડી હતી. તેને જ્યારે સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ’ ની ઑફર મળી ત્યારે તે ચિંતિત થઈ ગઈ હતી. જો કે તેણે તેના શરીર પર ખૂબ કામ કર્યું હતું અને પોતાનું 30 કિલો વજન ઘટાડ્યું હતું.

એક સમય હતો જ્યારે સોનાક્ષીનું વજન 95 કિલો હતું. પોતાના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ આ વિશે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, “તે સમયે મારું વજન 95 કિલો હતું. મેં રોલ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. તે પણ ત્રણ મહિનામાં પરંતુ મને ખબર હતી કે આ કાયમી ઉકેલ નથી કારણ કે પછી વજન વધી જશે.”

સોનાક્ષીએ કહ્યું, “ત્યાર પછી મને અઢી વર્ષનો સમય લાગ્યો વજન ઘટાડવામાં. એટલે કે વજન ઘટાડવામાં ખૂબ સમય લાગે છે. તેથી તમારી ધીરજ ન ગુમાવવી જોઈએ. આ એક ધીમી પ્રક્રિયા છે. જ્યારે હું શરૂઆતમાં જીમ ગઈ ત્યારે હું 30 સેકન્ડ પણ ટ્રેડમિલ પર દોડી શકતી ન હતી. હું હાંફવા લાગતી હતી. મને લાગ્યું હતું કે હું વૃદ્ધ થઈ ગઈ છું પરંતુ મેં તેને તાકાત બનાવી અને આગળ વધતી ગઈ.” સોનાક્ષીએ પોતાનું 30 કિલો વજન વર્કઆઉટની મદદથી ઓછું કર્યું હતું. તે અત્યારે પણ જીમમાં વર્કઆઉટ કરે છે. પોતાને ફિટ અને સુંદર બનાવવા માટે સોનાક્ષી કાર્ડિયો, હોટ યોગ, સ્વિમિંગ વગેરે કરે છે, સાથે જ તે ટેનિસ પણ રમે છે.