હાઈ હિલ્સ સેંડલ પહેરતી છોકરીઓ જરૂર આપો ધ્યાન, તમે આ 4 ગંભીર બિમરીઓને આપી રહ્યા છો આમંત્રણ

હેલ્થ

આજકાલની છોકરીઓ ફેશનના નામે હાઈ હિલ્સ પહેરવાનું પસંદ કરે છે. તેને પહેરવાથી છોકરીઓની સુંદરતામાં વધારો થાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ હાઈ હિલ્સ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. સુંદર દેખાવાનો અર્થ એ નથી કે તમે તમારા સ્વાસ્થ્ય સાથે સમાધાન કરો. તમારે તે જ ચીજો વધુ પહેરવી જોઈએ જેમાં તમને આરામદાયક લાગે. ખૂબ ઓછી છોકરીઓ જાણે છે કે હાઈ હિલ્સ પહેરવાથી તે ઘણી બિમારીને આમંત્રણ આપી રહી છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને હાઈ હિલ્સ પહેરવાથી થતી બિમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હાઈ હિલ્સ પહેરવાથી તમારી પીઠ અને કમરનો દુખાવો વધી શકે છે. તેને પહેર્યા પછી, પગ સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરે છે. તેનાથી માંસપેશીઓ પર તણાવ આવે છે. સાથે જ એડી, ઘૂંટણ, કરોડરજ્જુ અને હિપ્સ પર વધારે દબાણ પણ પડે છે. આ ચીજ ભવિષ્યમાં કરોડરજ્જુ અને સર્વાઇકલ બિમારી થવાની શક્યતા વધારે છે.

જ્યારે તમે હાઈ હિલ્સ પહેરો છો, ત્યારે તમારો પગ સામાન્ય આકારમાં નથી રહેતો. તે થોડો વળી જાય છે. તેનાથી તમારા શરીરનું દબાણ પગની માંસપેશિઓ પર આવે છે. આ ચીજ સ્નાયુઓમાં ખેંચાણનું કારણ બને છે. જેના કારણે પગની એડીમાં દુઃખાવો થવા લાગે છે. તેથી લાંબા સમય સુધી હાઈ હિલ્સ ન પહેરવી જોઈએ.

જ્યારે આપણે લાંબા સમય સુધી હાઈ હિલ્સ પહેરીએ છીએ, ત્યારે શરીરના સ્નાયુઓ ખેંચાવા લાગે છે. આ કારણે હાડકાંને જોડતી પેશીઓમાં સોજો આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ, ચારથી પાંચ કલાકથી વધુ સમય સુધી હાઇ હિલ પહેરવાથી સાંધામાં દુઃખાવો જેવી ગંભીર બીમારી ઓસ્ટિયોઅર્થરાઈટિસ થઈ શકે છે.

વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા સમાચાર અને નિષ્ણાતો અનુસાર લાંબા સમય સુધી હાઈ હિલ્સ પહેરવાથી હાડકાં તૂટવાની સંભાવના વધી જાય છે. તેનું કારણ એ છે કે લાંબા સમય સુધી હાઇ હીલ્સ પહેરવાથી કમરના હાડકા, પંજાના હાડકા અને હિપ્સ પર વધારે દબાણ આવે છે. સાથે જ તિરાડ અને હાડકા તૂટવાના ચાંસ પણ વધી જાય છે. તેથી હાઈ હિલ્સ ઉપરાંત અન્ય આરામદાયક ફ્લેટ ફુટવિયર પહેરવા જોઈએ.