આ સમયે છીંક આવવી માનવામાં આવે છે શુભ, વ્યક્તિ ગરીબમાંથી અમીર પણ બની શકે છે

ધાર્મિક

છીંકને લઈને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મોટા ભાગે છીંક આવવી અશુભ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈને છીંક આવે છે ત્યારે આપણે એ જ વિચારીએ છીએ કે કંઈક ખરાબ થશે. પરંતુ હંમેશાં આવું નથી હોતું. કેટલાક ખાસ પ્રસંગો પર છીંક આવવી શુભ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને છીંક સાથે જોડાયેલા શકુન-અપશુકન વિશે વિગતવાર જણાવીશું.

આવી છીંક આવવી મનવામાં આવે છે અશુભ: જો રસોડામાં દૂધ ઉકળતા સમયે કોઈ મહિલાને છીંક આવે છે, તો તે અશુભ છે. એવું માનવામાં આવે છે કે આવું બનવાથી પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

જો તમે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈને છીંક આવે તો તમારી મુસાફરી દુઃખદાયક હોઈ શકે છે. સાથે જ તમે જે કાર્ય માટે જઈ રહ્યાં છો તે પણ નિષ્ફળ થઈ શકે છે. આ સમય દરમિયાન, જો જમણી બાજુ છીંક આવે છે તો પૈસાનું નુક્સાન થાય છે.

જો તમારા ઘરની બહાર અથવા રસ્તામાં કૂતરો છીંકે છે, તો પછી અવરોધ અને મુશ્કેલી આવવાની સંભાવના વધી જાય છે. જો કે જો આ કૂતરો એક કરતા વધુ વખત છીંકે છે, તો મુશ્કેલી ટળી જાય છે. જો તમે કોઈ શુભ કાર્ય કરી રહ્યા છો અને કોઈને છીંક આવે છે તો તે અપશુકન માનવામાં આવે છે. જો સામે વાળી કોઇ વ્યક્તિને છીંક આવે છે તો લડાઈ-ઝઘડાને આમંત્રણ આપે છે.

આવી છીંકને માનવામાં આવે છે શુભ: વૈદિક સાહિત્ય મુજબ, જો કોઈ વ્યક્તિને સ્મશાન અને અકસ્માત સ્થળે છીંક આવે છે તો તે શુભ છે. જો તમને ભૂકંપ, દુષ્કાળ અથવા રોગચાળા વિશેની માહિતી મળે અને આ દરમિયાન કોઈ મનુષ્ય કે પ્રાણીને છીંક આવે તો તે પણ શુભ છે. આનો અર્થ એ છે કે જે ખરાબ સમય ટળી જશે.

જો તમે કોઈ શુભ કાર્ય માટે જઇ રહ્યા છો અને કોઈ વાછડાને છીંક આવે છે તો તે કાર્યમાં તમને સફળતા જરૂર મળે છે. આવી છીંક આ વાતની સૂચના પણ આપે છે કે તમારા પૈસાની આવકમાં વધારો થવાનો છે. જો તમે કોઈ દવાનું સેવન કરી રહ્યા છો અને આ સમય દરમિયાન તમને છીંક આવે અને તમારી દવા નીચે પડી જાય તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને આ બીમારીથી છુટકારો મળશે.