સોશિયલ મીડિયા પર આ દિવસોમાં બાળપણની તસવીરો શેર કરવાનો ખૂબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેમાં તમને એક પ્રખ્યાત સેલિબ્રિટીના બાળપણની તસવીર બતાવવામાં આવે છે. ત્યાર પછી તેને ઓળખવાનો ટાસ્ક આપવામાં આવે છે. આજે અમે તમને એવી જ એક તસવીર બતાવવા જઈ રહ્યા છીએ. આ તસવીરમાં તમને એક નાની છોકરી બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે જોવા મળી રહી છે.
અમિતાભ પાસે બેઠેલી આ છોકરી છે બોલીવુડની નંબર 1 હિરોઈન: આ તસવીર કોઈ એવોર્ડ શોની લાગી રહી છે. તેમાં અમિતાભ બચ્ચન ખૂબ જ યંગ લાગી રહ્યા છે. તેમણે શૂટ અને ટાઈ પહેરી છે જેમાં તે ખૂબ જ હેંડસમ લાગી રહ્યા છે. તેમની બાજુમાં એક નાની છોકરી પણ બેઠી છે. છોકરી લુકમાં ખૂબ જ માસૂમ અને ક્યૂટ છે. તેણે ફ્લાવર પ્રિન્ટ ટોપ પહેર્યું છે. તે તસવીર ખેંચનાર કેમેરામેનને ખૂબ ઉત્સુકતાથી જોઈ રહી છે. તે જેના ખોળામાં બેઠી છે તે તેના પિતા છે.
હવે તમારો ટાસ્ક આ છોકરીને ઓળખવાનો છે. ચાલો તમને એક હિંટ આપીએ કે આ છોકરી 90 ના દાયકામાં બોલિવૂડની નંબર 1 હિરોઈન હતી. તેણે ગોવિંદા સાથે ઘણી હિટ ફિલ્મો કરી છે. હાલના સમયમાં આ છોકરી 47 વર્ષની છે. ઉંમરના આ તબક્કે પણ તે ખૂબ જ સુંદર લાગી રહીગે છે. સાથે જ તે ફિલ્મોમાં પણ ખૂબ એક્ટિવ છે. તેનું યુવાનીના દિવસોમાં અક્ષય કુમાર સાથે અફેયર પણ રહ્યું છે. તો શું તમે હવે આ છોકરીને ઓળખ્યા?
90ના દાયકામાં આપી ઘણી હિટ ફિલ્મો: જો તમે છોકરીને ઓળખી શક્યા નથી તો તમને જણાવી દઈએ કે તે કોઈ નહીં પરંતુ 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રવીના ટંડન છે. તે અહીં પોતાના પિતા રવિ ટંડનના ખોળામાં બેઠી છે. તેમના પિતા બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર અને પ્રોડ્યૂસર હતા. એટલા માટે તે આ એવોર્ડ ફંક્શનમાં અમિતાભ બચ્ચન સાથે બેઠા છે. તે દરમિયાન તે તેની નાની પુત્રી રવિનાને પણ સાથે લઈ આવ્યા હતા.
રવીનાએ બોલિવૂડમાં 1991માં ‘પથ્થર કે ફૂલ’ ફિલ્મથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન તેના હીરો હતા. જોકે, રવિનાને સાચી લોકપ્રિયતા 1994માં આવેલી ફિલ્મ મોહરાથી મળી હતી. આ ફિલ્મ પછી બોલિવૂડ તેને ‘મસ્ત-મસ્ત’ ગર્લના નામથી ઓળખવા લાગ્યા. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ મુખ્ય ભુમિકામાં હતા. આ દરમિયાન બંનેનું અફેર પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ વાત લગ્ન સુધી પહોંચી ન હતી. પછી તેણે 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા.
રવીનાએ પોતાની કારકિર્દીમાં ગોવિંદા સાથે ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. સાથે જ રવિના અમિતાભ બચ્ચન સાથે અક્સ અને બડે મિયાં છોટે મિયાં જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. રવિના તાજેતરમાં જ સાઉથની પ્રખ્યાત ફિલ્મ KGF 2માં વડાપ્રધાનની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રસંશા થઈ હતી.