ક્યારે જોવા મળશે પ્રિયંકા ચોપરાની પુત્રીની ઝલક? નાની માઁ મધુ ચોપરા એ જણાવ્યું આ રાજ, તમે પણ અહિં જાણો આ રાજ વિશે

બોલિવુડ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન મેળવ્યા પછી હોલીવુડની દુનિયા પર રાજ કરી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ફિલ્મી દુનિયાથી દૂર પોતાની પુત્રી માલતી મેરી સાથે એન્જોય કરી રહી છે. નોંધપાત્ર છે કે જ્યારથી માલતી મેરી ચોપરા જોનાસનો જન્મ થયો છે ત્યારથી પ્રિયંકાએ તેની પુત્રીની ઝલક કોઈને બતાવી નથી.

જો કે તે પોતાની પુત્રી સાથે સુંદર તસવીરો શેર કરે છે, પરંતુ તે તેના પર હાર્ટ ઇમોજી લગાવી દે છે, જેના કારણે ચાહકો હજુ સુધી તેની પુત્રીનો ચહેરો જોઈ શક્યા નથી. આવી સ્થિતિમાં, ચાહકો આ નાનકડી પરીનો ચહેરો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ દરમિયાન પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ જણાવ્યું છે કે પ્રિયંકા તેની પુત્રીનો ચહેરો ક્યારે ચાહકોને બતાવશે. તો ચાલો જાણીએ આ રાજ?

ભાણેજનો ચેહરો બતાવવા પર શું કહ્યું પ્રિયંકાની માતા એ? સૌથી પહેલા તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછીથી પ્રિયંકા અમેરિકામાં રહે છે અને સરોગસીની મદદથી માતા બની છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

આ તક પર તેણે માલતી મેરી સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે. જો કે તેના ચહેરા પર ઈમોજી હોવાને કારણે કોઈ તેનો ચહેરો જોઈ શક્યું નહિં. હવે આ દરમિયાન, મધુએ ખુલાસો કરતા જણાવ્યું કે જ્યારે માલતી 1 વર્ષની થશે, ત્યારે જ ચાહકોને તેની એક ઝલક જોવા મળશે.

આ ઉપરાંત પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કહ્યું કે, “મને નામકરણના દિવસે જ ખબર પડી કે બંનેએ માલતીનું નામ મારા નામ પર રાખ્યું છે. હું આ સાંભળીને ખૂબ ખુશ થઈ હતી. આપણી સંસ્કૃતિમાં બાળકના દાદા બાળકના કાનમાં નામ બોલે છે. નિકના પિતાએ પણ આ પરંપરા નિભાવી હતી. પ્રિયંકા અને નિક બંને બાળકના ખૂબ જ કેરિંગ માતા-પિતા છે. હું માલતી મેરીને મસાજ આપું છું, તો નિક તેને નવડાવે છે અને તેનું ડાયપર ચેંજ કરે છે.”

પ્રિયંકાની આગામી ફિલ્મો: જો પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આ દિવસોમાં હોલીવુડની ફિલ્મોમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે પ્રિયંકા ટૂંક સમયમાં હોલીવુડ ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’માં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત પ્રિયંકા પાસે ‘સિટાડેલ’ અને ‘એન્ડિંગ થિંગ્સ’ જેવી ફિલ્મો પણ છે. આ સાથે તેની પાસે હોલીવુડ પ્રોજેક્ટ ‘મેટ્રિક્સ’ પણ છે. સાથે જ બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તેની પાસે ફિલ્મ ‘જી લે ઝરા’ છે જેમાં તે પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.