આ ભાઈ-બહેનો ને ઓળખવામાં છૂટી ગયો દરેકનો પરસેવો, એક છે સુપરસ્ટાર, એક છે અમિતાભની સંબંધી, જાણો કોણ છે તસવીરમાં જોવા મળી રહેલા આ ત્રણ બાળકો

બોલિવુડ

સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં ત્રણ ખૂબ જ ક્યૂટ બાળકો જોવા મળી રહ્યા છે. ત્રણેય બાળકો હિન્દી સિનેમાના લોકપ્રિય કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી બે પ્રખ્યાત અભિનેતા છે અને તેમની સાથે જોવા મળી રહી છે તેમની બહેન. જો તમે તસવીર જોઈને તેને ઓળખી શક્યા નથી તો જરા મગજ પર ભાર મૂકો.

સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં તમે એક છોકરી અને બે છોકરાઓને જોઈ શકો છો. છોકરી વચ્ચે છે અને તેની આસપાસ તેના બંને ભાઈઓ છે. જો તમે તેને ઓળખી શકતા નથી, તો તમને જણાવી દઈએ કે તસવીરમાં સૌથી નાનો છોકરો દિવંગત અભિનેતા ઋષિ કપૂર છે. મોટો છોકરો અભિનેતા રણધીર કપૂર છે અને આ બે ભાઈઓ વચ્ચે તેની બહેન રિતુ નંદા છે.

ત્રણેય ભાઈ-બહેનની બાળપણની આ તસવીર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જોકે ખૂબ ઓછા લોકો તેમને ઓળખી શક્યા છે. જણાવી દઈએ કે આ ત્રણમાંથી હવે આ દુનિયામાં માત્ર રણધીર કપૂર જ છે. રિતુ નંદાનું જાન્યુઆરી 2020માં નિધન થયું હતું. જ્યારે એપ્રિલ 2020માં ઋષિ કપૂરે પણ દુનિયા છોડી દીધી હતી.

રાજ કપૂરના બાળકો છે ત્રણેય: ઋષિ કપૂર, રણધીર કપૂર અને રિતુ નંદા હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક રાજ કપૂરના બાળકો છે. રાજ કપૂર બોલિવૂડમાં ‘શો મેન’ તરીકે પણ લોકપ્રિય હતા. ત્રણેય બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતા હતા. ત્રણેયની ક્યૂટનેસ પર ચાહકો દિલ હારી રહ્યા છે ખાસ કરીને ઋષિ કપૂર પર.

અમિતાભ બચ્ચનની સંબંધી રીતુ: જણાવી દઈએ કે રિતુ નંદાએ પિતા અને ભાઈઓની જેમ ફિલ્મી દુનિયામાં કામ કર્યું નથી. તે એક વેપારી અને વીમા સલાહકાર હતી. સાથે જ તમને જણાવી દઈએ કે રિતુ દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનની સંબંધી પણ છે. ખરેખર રિતુના પુત્ર નિખિલ નંદાના લગ્ન અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા સાથે થયા છે.

વાત રણધીર કપૂરની કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે વધુ સફળ ન રહ્યા. વર્ષ 1971માં તેમણે અભિનેત્રી બબીતા ​​સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે પુત્રીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂર છે.

સાથે જ ઋષિ કપૂરે પોતાની એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા હતા. ઋષિ કપૂર ખૂબ જ સફળ કલાકાર રહ્યા છે. ઋષિના લગ્ન અભિનેત્રી નીતુ કપૂર સાથે થયા હતા. બંનેને બે બાળકો અભિનેતા રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સાહની છે. હિન્દી સિનેમાને ઘણી સુંદર ફિલ્મો આપનાર ઋષિનું વર્ષ 2020માં માત્ર 67 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે નિધન થયું હતું.