ગણેશ ચતુર્થી એક એવો તહેવાર છે જે હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે જો તમે આ દસ દિવસ સુધી ગણેશજીને પ્રસન્ન કરશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 31મી ઓગસ્ટે આવી રહી છે. આ પવિત્ર તહેવાર આગામી દસ દિવસ સુધી ચાલશે. આ દસ દિવસમાં જો તમને ઉંદર જોવા મળે તો એક ખાસ સંકેત છે.
ઉંદરને ગણેશજીની સવારી માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો ઉંદરની મૂર્તિની પણ પૂજા કરે છે. સાથે જ જો તમને આ દિવસોમાં ઉંદર જોવા મળે તો એક સારો સંકેત છે. વિવિધ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારના ઉંદરોને જોવાના ચોક્કસ અર્થ હોય છે. આજે આપણે તેના પર ચર્ચા કરીશું.
ગણેશ ચતુર્થી પર ઉંદર જોવાનો અર્થ: જો ગણેશ ચતુર્થીના દિવસે તમને ઉંદર તમારા ઘરની બહાર જતા જોવા મળે તો સમજો તમારું નસીબ ખુલી ગયું છે. આ એક સારો સંકેત હોય છે. આ ઉંદર તમારા ઘરની બધી ગરીબી અને મુશ્કેલીઓ ઘરની બહાર લઈ જઈ રહ્યો છે. ત્યાર પછી તમારા ઘરે દુઃખ સમાપ્ત થશે. સુખ અને સંપત્તિ આવશે.
જો તમને ગણેશ ચતુર્થીના દિવસે સફેદ રંગનો ઉંદર જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરના જેટલા પણ દુઃખ છે તે સમાપ્ત થવાના છે. ઘર-પરિવારની બાબતો પણ સમાપ્ત થશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ખરેખર સફેદ ઉંદર સકારાત્મકતા અને શાંતિનું પ્રતિક હોય છે. તેને જોવાથી બધુ સારું થાય છે.
ગણેશ ચતુર્થીના દિવસે સવારે ઉઠ્યા પછી જો તમને ઉંદર જોવા મળે તો તે અશુભ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમારું પછીનું અને મહત્વપૂર્ણ કામ બગડવાનું છે. તેનો અર્થ એ પણ છે કે તમને મોટું નુકસાન થઈ શકે છે. આ દિવસે સમજી વિચારીને નિર્ણય લેવો. તમારી કિંમતી ચીજોનું ધ્યાન રાખો.
ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ઉંદરને મારવો જોઈએ નહીં. જો તમારા ઘરમાં ઉંદરનું પાંજરું હોય તો તેને દૂર કરો. તમે વધુમાં વધુ તે ઉંદરને ઘરમાંથી ભગાડવાનો પ્રયત્ન કરી શકો છો. જો તમે ઉંદરને મારશો તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ગણેશજી તમારાથી નારાજ થશે. પછી તમારા ઘરે દુઃખના વાદળ છવાઈ જશે.
જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ઉંદરને કંઈક ખાતા જુઓ તો તે શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા ઘર પર બરકત જળવાઈ રહેશે. પૈસા અને અન્નની કોઈ કમી નહીં રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થશે. ઘરમાં ખૂબ પૈસા આવશે.