બચ્ચન પરિવારમાં ગુંજવા જઈ રહી છે કિલકારી, 10 વર્ષ પછી ફરીથી માતા બનશે એશ્વર્યા, જુવો તેના બેબી બમ્પની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન ઘણા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે, જોકે તે પોતાની એક આગામી સાઉથ ઈંડિયન ફિલ્મને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નામ પોન્નીયિન સેલ્વાન છે જે આવતા વર્ષે 2022 માં રિલીઝ થશે.

એશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં સરથ કુમાર સાથે મુલાકાત કરી. આ મુલાકતાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે અને તસવીરોમાં એશ્વર્યાની પુત્રી અને તેનો પતિ અભિષેક બચ્ચન પણ જોવા મળી રહ્યા છે. એશ્વર્યાની જે નવી તસવીરો સામે આવી છે તેમાં કેટલાક ચાહકોની નજર એવી જગ્યા પર પડી ગઈ છે કે અભિનેત્રી હેડલાઇન્સનો વિષય બની ગઈ છે.

ખરેખર એશ્વર્યાની જે હાલની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમાં તેનું વજન પહેલાની તુલનામાં ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે અને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે એશ્વર્યા પ્રેગ્નેંટ છે અને તે ટૂંક સમયમાં સારા સમાચાર આપી શકે છે. તસવીરો સામે આવ્યા પછી અભિનેત્રીની પ્રેગ્નેંસીના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે.

નવી તસવીરો જોઈને એ કહેવું ખોટું નહીં હોય કે એશ્વર્યા રાય બચ્ચન બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેના વિશે કોઈ ઓફિશિયલ રૂપે તો કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ તસવીરો ઘણું જણાવી રહી છે. ન તો એશ્વર્યા અને ન તો અભિષેક અને ન તો બચ્ચન પરિવાર તરફથી આ વિષય પર કોઈ નિવેદન સામે આવ્યું છે.

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે એશ્વર્યા વધેલા વજન સાથે જોવા મળી રહી છે અને તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ જોયા પછી ચાહકો પણ રહી શક્યા નહીં અને તેમણે અભિનેત્રીની પ્રેગ્નેંસી વિશે વાત શરૂ કરી. જણાવી દઈએ કે આ તસવીરો સેલિબ્રિટીના પત્રકાર વિરલ ભાયાનીએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી છે, જે જોત જોતામાં ખૂબ વાયરલ થઈ રહી છે. મળતી માહિતી મુજબ આ તસવીરો સરથ કુમારના ઘરની છે. એશ્વર્યા અને અભિષેક તેમની પુત્રી આરાધ્યા સાથે શૂટિંગ માટે સરથ કુમારના ઘરે પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયા પર યૂઝર્સ એક પછી એક ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેંટ કરીને લખ્યું કે, ‘શું એશ્વર્યા પ્રેગ્નેંટ છે?’ તો એ અન્ય યૂઝરે લખ્યું છે જે, ‘ખુશખબરી, એશ્વર્યા પ્રેગ્નેંટ છે.’ પરંતુ અત્યારે ચાહકોને ઓફિશિયલ ઘોષણાની રાહ છે. અત્યારે આ વિશે કંઈ પણ કહેવું ઉતાવળ હશે.

નોંધપાત્ર વાત એ છે કે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચને સાથે કુછ ના કહો, ગુરુ, રાવન, ધૂમ 2, ઢાઈ અક્ષર પ્રેમ કે, સરકાર રાજ અને બંટી ઔર બબલી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે કામ કરતી વખતે બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી અને ત્યાર પછી બંનેએ વર્ષ 2007 માં લગ્ન કર્યાં હતાં. લગ્નના 4 વર્ષ પછી વર્ષ 2011 માં બંને પુત્રી આરાધ્યાના માતાપિતા બન્યા. જ્યારે હવે સમાચાર છે કે બંને બીજી વખત માતા-પિતા બનવા માટે તૈયાર છે.