મહાશિવરાત્રિના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ઘરે લઈ આવો આ 5 ચીજો, અને પછી જુવો કમાલ

ધાર્મિક

હિન્દુઓના સૌથી મોટા તહેવાર માંનો એક મહાશિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે. મંદિરોમાં અત્યારથી તેના માટે સજાવટ કરવામાં આવી ચુકી છે. આ સાથે શિવભક્તો પણ આ તહેવારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શિવરાત્રી હંમેશા ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 11 માર્ચે આવી રહ્યો છે. શાસ્ત્રો અને ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. પંડિતો અને શાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરમાં કેટલીક વિશેષ ચીજો લાવવામાં આવે વ્યક્તિની ગરીબી સમાપ્ત થઈ શકે છે.

રત્નોથી બનેલું શિવ લિંગ: મહાશિવરાત્રી પર ગ્રહો સાથે સંબંધિત સારા અને શુભ પરિણામ મેળવવા માટે, તમારી રાશિ પ્રમાણે રત્નથી બનાવેલું શિવ લિંગ ઘરે લાવો અને તેની પૂજા કરો. તેનાથી તમારી સમસ્યાઓ જલ્દીથી સમાપ્ત થઈ શકે છે.

મહામૃત્યુંજય યંત્ર: એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ મહામૃત્યુંજય યંત્રની પૂજા કરવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકરની મુશ્કેલી આવતી નથી. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિ પર જો મહામૃત્યુંજય યંત્ર લાવીને પૂજા સ્થાન પર સ્થાપિત કરીને રોજ તેની પૂજા કરવામાં આવે, તો ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમને વિશેષ પરિણામ મળે છે.

પારદ શિવલિંગ: જો પારદ શિવલિંગની પૂજા દરરોજ ઘરમાં કરવામાં આવે તો તમને તમામ પ્રકારના દોષથી છુટકારો મળે છે. જેમાં કાલસર્પ દોષ, વાસ્તુ દોષ, પિત્રુ દોષ વગેરે દૂર થાય છે. પરદ શિવલિંગને મહાશિવરાત્રી પર ઘરના પૂજા સ્થળ પર જ સ્થાપિત કરો તો જ ફળ મળશે.

બિલિ પત્ર: મહાશિવરાત્રી પર બિલિ પત્ર જે શિવજીને વિશેષરૂપે ચળાવવામાં આવે છે. જે બિલિ પત્રમાં ત્રણ પાન હોય તેને ઘરે લાવો અને તેને ગંગા જળથી ધોઈ લો અને તેના ઉપર કેસર વડે ૐ લખો અને શિવજીને અર્પણ કરો. પૂજા કર્યા પછી, તેને તમારા પૈસાની જગ્યાએ રાખી દો. તેનાથી તમને પૈસા સંબંધિત સમસ્યાઓ ક્યારેય પણ નહિં થાય.

એક મુખી રુદ્રાક્ષ: શિવપુરાણનું માનીએ, તો 1 મુખી રુદ્રાક્ષ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. જો તમે તેને તમારા ગળામાં ધારણ છો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ સાથે જો તમે આ રૂદ્રાક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેને તમારી તિજોરીમાં રાખો છો, તો તમારા પર ક્યારેય પૈસાથી સંબંધિત કોઈ મુશ્કેલી આવતી નથી.

પૂજા માટે શુભ સમય: મહાશિવરાત્રી તેરસ તિથિ – 11 માર્ચ 2021 (ગુરુવાર), ચૌદશ તિથિ – 11 માર્ચ, બપોરે 02:39 વાગ્યે શરૂ થશે, ચૌદશ તિથિ – 12 માર્ચ, બપોરે 12:23 વાગ્યે સમાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published.