મંગળવારે આ રીતે કરી લો હનુમાનજીને પ્રસન્ન, થઈ જશે તમરા જીવનની દરેક સમસ્યા દૂર

ધાર્મિક

મંગળવારે હનુમાનજીને યાદ કરવામાં આવે છે અને સાચા મનથી તેની પૂજા કરવામાં આવે છે, તો હનુમાનજી તમારી રક્ષા કરે છે અને તમને દરેક મુશ્કેલીઓથી દૂર રાખે છે. નીચે જણાવેલા ઉપાય અપનાવીને તમે સરળતાથી હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો, આ ઉપાય કરવામાં ખૂબ સરળ પણ છે.

હનુમાન ચાલીસાના પાઠ કરો: મંગળવારનો દિવસ હનુમાન સાથે જોડાયેલો છે અને આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરવા જોઈએ. જો જીવનમાં કોઈ અવરોધ આવી રહ્યા છે અથવા તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે હનુમાન ચાલીસાના પાઠ કરો, જો તમે ઈચ્છો તો આ પાઠને દરરોજ પણ કરી શકો છો. જો કે આ પાઠને કરવાની શરૂઆત તમે માત્ર મંગળવારથી જ કરો અને દરરોજ આ પાઠ કરો.

દુશ્મનોને હરાવવા માટે: તમારા કોઈપણ દુશ્મન પર જીત મેળવવા માટે, તમારે બજરંગ બાણના પાઠ કરવા જોઈએ. મંગળવારે આ પાઠ કરવાથી તમને માત્ર દુશ્મન પર જીત જ મળતી નથી પરંતુ તમારા જીવનમાંથી સમસ્યાઓ અને પીડાઓ પણ સમાપ્ત થઈ જાય છે. બીજી બાજુ, જો આ પાઠ હનુમાન ચાલીસા સાથે કરવામાં આવે, તો તમને વધુ લાભ મળે છે અને હનુમાન જલ્દી પ્રસન્ન થાય છે.

પહેરો લાલ રંગના કપડા: મંગળવાર લાલ રંગ સાથે જોડાયેલો છે અને જો તમે આ દિવસે લાલ રંગના કપડાં પહેરો છો તો તમને શુભ પરિણામ મળે છે. લાલ રંગ ઉપરાંત ગુલાબી રંગના કપડાં પણ મંગળવારે પહેરવા શુભ માનવામાં આવે છે.

અપંગ ગરીબ વ્યક્તિને ચીજોનું દાન કરો: મંગળવારે અપંગ ગરીબ લોકોને ચીજોનું દાન કરવાથી તમારા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થતી નથી. તેવી જ રીતે આ દિવસે જો તમે માનસિક રીતે બીમાર વ્યક્તિની સેવા કરો છો અને તેને ચીજોનું દાન કરો છો, તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો તણાવ નહિં આવે.

ફટકડી ચળાવો: હનુમાનજીના મંદિરે જઈને તેમની પૂજા કરો અને ત્યારપછી તેમના ચરણોમાં ફટકડી ચળાવો. ત્યાર પછી તમે આ ફટકડી લઈને તમારી સૂવાની જગ્યા પર રાખી દો. આ ઉપાય મંગળવારે કરવાથી ખરાબ સ્વપ્નો આવતા નથી અને તમને કોઈ પણ ચીજનો ડર લાગતો નથી.

ધન લાભ મળશે: મંગળવારે વ્રત કરો અને સાંજે મંદિરે જઈને હનુમાનને બૂંદી ચળાવો. પછી આ બુંદીને તમે લોકોમાં વહેંચો. આ ઉપાય કરવાથી તમને ધન લાભ મળશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારે દરેક મંગળવારે આ ઉપાય કરવો જોઇએ. આ ઉપાય ઉપરાંત તમે વડના પાન પર ‘શ્રી રામ’ લખો અને આ પાન તમારા પર્સ અથવા તિજોરીમાં રાખશો તો સંપત્તિમાં વધારો થાય છે. બીજી બાજુ, જ્યારે આ પાન સુકાઈ જાય છે, ત્યારે તમે તેને પાણી અથવા નદીમાં પ્રવાહિત શકો છો અને મંગળવારે ફરીથી આ ઉપાય કરી શકો છો.