પૂજા થાળીમાં આ ચીજો વગર અધૂરો છે રક્ષાબંધનનો તહેવાર, જાણો શું છે તેનું મહત્વ

ધાર્મિક

રક્ષાબંધનનો તહેવાર ભારતના પ્રાચીન તહેવારોમાંથી એક છે. રક્ષા બંધન એટલે રક્ષા બંધન, એવું રક્ષા સૂત્ર જે ભાઈને તમામ મુશ્કેલીઓથી દૂર રાખે છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સ્નેહ અને પવિત્ર સંબંધનું પ્રતિક છે. આ વખતે રક્ષાબંધન 11મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

રક્ષાબંધન પર, બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ સાથે જ બહેન તેના ભાઈ પાસેથી પોતાની સુરક્ષાનું વચન લે છે. રક્ષાબંધન એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જેને સમગ્ર ભારત અને અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

નિઃસ્વાર્થ પ્રેમથી ભરેલો આ દિવસ ભાઈઓ અને બહેનો માટે ખાસ દિવસ છે. આ દિવસે બહેનો સવારે સ્નાન કરે છે, પૂજાની થાળી શણગારે છે અને ભાઈની આરતી કરે છે. બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધતા પહેલા રક્ષાબંધનની થાળી તૈયાર કરે છે. શાસ્ત્રો મુજબ જો બહેન રાખડીની થાળીને યોગ્ય રીતે સજાવીને રાખડી બાંધે તો, તેના ભાઈનું આયુષ્ય લાંબુ થવાની સાથે-સાથે માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ મળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાખડીની થાળીમાં કેટલીક ચીજો શામેલ કરવી ખૂબ જ જરૂરી છે. તેના વગર રક્ષાબંધનની થાળી અધૂરી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ પૂજાની થાળીમાં કઈ કઈ ચીજો છે અને તેનું શું મહત્વ છે.

ચોખા થાળીમાં જરૂર રાખો: જો હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજા કરવામાં આવે તો તો તેમાં ચોખાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. શુભ કાર્યમાં ચોખા શામેલ કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી રાખડીની થાળી તૈયાર કરી રહ્યા છો, તો તે દરમિયાન તમારે પૂજાની થાળીમાં ચોખા જરૂર શામેલ કરવા જોઈએ. ચોખાને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષતનો ઉપયોગ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે. તેથી તિલક કરતી વખતે ચોખા પણ લગાવો. કહેવાય છે કે અક્ષત લગાવવાથી ભાઈનું આયુષ્ય વધે છે. આ સાથે તે અમીર પણ રહે છે.

દીવો પ્રગટાવીને આરતી કરો: રક્ષાબંધન પર પૂજાની થાળીમાં દીવો જરૂર શામેલ કરો. ખરેખર દીવામાં અગ્નિ દેવતાનો વાસ હોય છે, જે કોઈપણ ધાર્મિક કાર્યમાં સાક્ષી તરીકે શુભ રહે છે. આ સાથે અગ્નિને ઊર્જા અને પ્રાણનું પ્રતીક પણ માનવામાં આવે છે. દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા સમાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં પણ કોઈપણ ધાર્મિક કાર્યમાં આરતી કરવાની પરંપરા છે. તેથી રાખડી બાંધીને તમારા ભાઈની આરતી જરૂર ઉતારો. આમ કરવાથી ભાઈ પરની નકારાત્મક અસર સમાપ્ત થઈ જશે.

ચંદનથી શાંત થશે મન: જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈના કપાળ પર ચંદનનું તિલક લગાવવાથી તેનું મન શાંત રહે છે. તો બીજી તરફ કપાળ પર ચંદન લગાવવાથી ભાઈને ભગવાન વિષ્ણુ અને ગણેશજીના આશીર્વાદ પણ મળે છે. તમારા ભાઈનું મન શાંત રહે અને તે ધર્મ અને કર્મના માર્ગથી ભટકી ન જાય તે માટે ચંદન પણ લગાવવામાં આવે છે.

કુમકુમ અથવા રોલીનું તિલક: રક્ષાબંધન પર થાળી તૈયાર કરતી વખતે તેમાં કુમકુમ અથવા રોલી જરૂર શામેલ કરવી જોઈએ. સિંદુર અથવા કુમકુમને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તમારી થાળીમાં કુમકુમ જરુરુ શામેલ કરો. ભાઈને સિંદૂરનું તિલક લગાવવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તેના પર બની રહે છે અને તેના જીવનમાં પૈસાની કમી નથી આવતી.