“દુનિયાની સૌથી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરીને કેવું લાગે છે?”, આ સવાલનો અભિષેક બચ્ચને આપ્યો હતો આ પરફેક્ટ જવાબ, તે બનાવે છે તેને નંબર વન પતિ

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એકનું નામ આપવું સંપૂર્ણ રીતે જસ્ટિફાઈડ છે. વિશ્વ સુંદરીનો એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી એશ્વર્યા રાય બચ્ચન આજે દુનિયાભરમાં પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે અને સાથે જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ એશ્વર્યા રાય બચ્ચને પોતાની જબરદસ્ત એક્ટિંગથી એક મજબૂત ઓળખ બનાવી છે અને તેનું નામ વર્તમાન સમયમાં બોલીવુડની ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ થઈ ચુક્યું છે.

બોલિવૂડની પાવર કપલમાંથી એક એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડીને ચાહકો ખૂબ પસંદ કરે છે, જો કે જુનિયર બચ્ચનને ક્યારેક-ક્યારેક વિચિત્ર સવાલોનો સામનો પણ કરવો પડે છે, તેનો જવાબ આપવામાં અભિષેક બચ્ચન બિલકુલ પણ પાછળ નથી રહેતા અને અભિષેક બચ્ચનની આવી સ્ટાઈલ ત્યારે જોવા મળે છે જ્યારે તે કોઈ ઇન્ટરવ્યુનો ભાગ બને અથવા પછી પ્રેસ મીટમાં રિપોર્ટર તેમને આ પ્રકારનો સવાલ કરે. અભિષેક બચ્ચનની આવી જ સ્ટાઈલ એક વખત ત્યારે જોવા મળી હતી જ્યારે અભિષેક બચ્ચન પોતાની પત્ની એશ્વર્યા રાય સાથે એક શોનો ભાગ બન્યા હતા અને શોના હોસ્ટે તેને તેના અંગત જીવન વિશે કેટલાક સવાલ પૂછ્યા હતા જેનો જવાબ અભિષેક બચ્ચને ખૂબ જ સુંદર સ્ટાઈલમાં આપ્યો હતો.

ખરેખર એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા પછી, અભિષેક બચ્ચન પોતાની પત્ની એશ્વર્યા સાથે ઓપરા વિનફ્રેના શોમાં પહોંચ્યા હતા અને ત્યાં શોના હોસ્ટે નવપરણિત કપલને તેમના અંગત જીવન વિશે કેટલાક સવાલ પુછ્યા હતા, જેનો જવાબ આ સ્ટાર કપલે ખૂબ જ સુંદર રીતે આપ્યો હતો અને તેનો જવાબ સાંભળીને ઓપરા પણ કપલથી ઈંપ્રેસ થયા વગર રહી શક્યા ન હતા.

‘સૌથી સુંદર સ્ત્રી સાથે લગ્ન કરીને કેવું લાગે છે?’: આ શો દરમિયાન અભિષેક બચ્ચનને શોના હોસ્ટે પૂછ્યું હતું કે, “દુનિયાની સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કર્યા પછી તમને કેવું લાગે છે?” આ સવાલનો જવાબ આપવામાં અભિષેક બચ્ચને બિલકુલ પણ સંકોચ અનુભવ્યો ન હતો, પરંતુ તેમણે આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, “આંખોને ખૂબ સારું લાગે છે”. જો કે અભિષેક બચ્ચન અહીં જ અટક્યા નહિં ખરેખર જ્યારે ઓપરા એ તેમને બીજી વખત એ સવાલ પૂછ્યો કે, “સવારે તેમની બગલમાં સૂઈને ઉઠવું પણ ખૂબ સારું લાગતું હશે…?”

આ સવાલના જવાબમાં અભિષેક બચ્ચને તરત જ કહ્યું કે, “હા ખરેખર, તે ખૂબ જ સુંદર છે અને તેની જેમ દરેક સવાર પણ તેવી જ સુંદર લાગે છે.. હું જ્યારે પણ સવારે તેને જોવ છું, ત્યારે મને એવું જ લાગે છે કે શું આટલી સુંદર સવાર પણ…? સાથે જ પોતાના પતિ અભિષેકની આ વાત સાંભળીને એશ્વર્યા રાય પણ જોર જોરથી હસવા લાગે છે અને તેણે કહ્યું કે, “મેં એટલા માટે તેની સાથે લગ્ન કર્યા છે, તે દરેક ચીજને આ રીતે ફની બનાવી દે છે”.

ઇન્ટરવ્યુ દરમિયાન એવી ઘણી ક્ષણો જોવા મળી જ્યારે એશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચનથી ઈમ્પ્રેસ થતા જોવા મળી હતી અને તેનાથી તે સ્પષ્ટ થાય છે કે અભિષેક બચ્ચન એશ્વર્યા રાયની નજરમાં એક અદ્ભુત પતિ છે.