આલિયા ભટ્ટને મિસિસ કપૂર બનાવવા માટે રણબીર કપૂરે સાઈન કરવો પડ્યો હતો આ કોન્ટ્રાક્ટ, જાણો શું લખ્યું છે તેમાં

બોલિવુડ

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે અને હવે મિસ્ટર એન્ડ મિસિસ કપૂર બની ચૂકેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નામ બોલિવૂડના પાવર કપલના લિસ્ટમાં શામેલ થઈ ગયું છે. સાથે જ આલિયા અને રણબીરના લગ્ન સાથે જોડાયેલા નવા-નવા સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે અને આ દરમિયાન દૂલ્હા બનેલા રણબીર કપૂરની એક તસવીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં રણબીર કપૂર પોતાની સાળીઓ સાથે એક ‘કોન્ટ્રાક્ટ’ પોતાના હાથમાં લઈને સાળીઓ સાથે ખૂબ જ ખુશીથી પોઝ આપતા જોવા મળે છે. રણબીર કપૂરના હાથમાં જોવા મળેલા આ પેપરને જોઈને, દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે છેવટે આ પેપરમાં શું લખ્યું છે, જેને લઈને રણબીર કપૂરે પોતાની સાળીઓ સાથે તસવીર ક્લિક કરાવી છે.

સોશિયલ મીડિયા પર રણબીર કપૂરની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે અને સાથે જ રણબીર કપૂરની આ પોસ્ટ પર અભિનેતાના ચાહકો સતત કમેન્ટ કરીને આ પેપર વિશે પૂછી રહ્યા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે છેવટે આ પેપરમાં શું લખ્યું છે જે રણબીર કપૂરે પોતાના હાથમાં પકડી રાખ્યું છે, તો ચાલો જાણીએ.

12 લાખનો ‘કોન્ટ્રાક્ટ’ : ખરેખર રણબીર કપૂરની જે તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તે તસવીર આલિયા અને રણબીરના લગ્નમાં જૂતા ચોરવાની રસમ દરમિયાનની છે અને તમને જણાવી દઈએ કે રણબીર કપૂરે જૂતા ચોરવાની રસમમાં પોતાની સાળીઓને 1200000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને આટલું જ નહીં દૂલ્હે રાજા પાસે તેમની સાળીઓએ કોન્ટ્રાક્ટ પણ સાઈન કરાવ્યો હતો અને આ પેપર સાથે, રણબીર કપૂર પોતાની સાળીઓ સાથે પોઝ આપતા આ તસવીરમાં જોવા મળી રહ્યા છે.

વાયરલ થઈ રહી છે આ તસવીર: આ તસવીરમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર બ્રાઈડ્સમેડ્સથી ઘેરાયેલો છે અને તેના હાથમાં એક પેપર છે અને આ પેપરમાં લખ્યું છે કે “હું રણવીર… આલિયાનો પતિ તમામ બ્રાઈડ્સમેડ્સને 12 લાખ આપવાનું વચન આપ્યું છે.” રણબીર કપૂર એ તેની નીચે પોતાની સિગ્નેચર પણ કરી છે.

રણબીર-આલિયાના લગ્ન: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક રહ્યા છે અને તેમણે તાજેતરમાં 14 એપ્રિલ 2022ના રોજ પોતાના પરિવાર અને કેટલાક નજીકના લોકોની હાજરીમાં પોતાના ભવન વાસ્તુ એપાર્ટમેન્ટમાં ખૂબ જ સાદગીપૂર્ણ સ્ટાઈલમાં લગ્ન કર્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા અને આ બંનેના લગ્નને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.

સાથે જ લગ્ન પછી મિસ્ટર અને મિસીસ કપૂર બની ચુકેલા આલિયા ભટ્ટ અને રણબીર પોતાની મેરિડ લાઈફને એંજોય કરી રહ્યા છે અને આ સાથે જ બંને પોતાની પ્રોફેશનલ લાઈફમાં પણ ખૂબ જ વ્યસ્ત છે. રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેના માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.