આ 5 કારણોથી વધે છે તમારા પેટની ચરબી, જાણો તેને ઓછી કરવાના ઉપાય

હેલ્થ

કોઈને પણ મોટું પેટ ગમતું નથી. પેટની વધતી ચરબીની સમસ્યાથી ઘણા લોકો પરેશાન છે. પેટની ચરબીને વૈજ્ઞાનિક ભાષામાં એબડોમિનલ ઓબેસિટી કહેવામાં આવે છે. તેમાં પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે, જેના કારણે કમર વધીને કમરા બની જાય. પેટની ચરબી વધવી શરીરમાં ચરબીની અધિકતા પણ દર્શાવે છે. જોકે શરીરમાં ચરબી જરૂરી હોય છે, પરંતુ જો તે વધારે હોય તો હૃદયથી લઈને ડાયાબિટીઝ સુધીની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને પેટની ચરબી વધવાના કેટલાક મુખ્ય કારણો જણાવવા જઈ રહ્યા છીએ.

વધારે કેલરી: જરૂર કરતા વધારે માત્રામાં કેલરી લેવાથી તમારું વજન અને પેટ બંને વધવા લાગે છે. આ ઉપરાંત જેમ જેમ તમારી ઉંમર વધે છે, તમારા શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતા પણ ઓછી થાય છે. તેથી, તમારે તમારી ઉંમર પ્રમાણે કેલરી મેંટેન રાખવી જોઈએ.

બોડી ફેટ ડિસ્ટ્રીબ્યૂશનમાં સમસ્યા: કેટલાક કિસ્સાઓમાં શરીરના હોર્મોન્સ શરીરની કેટલીક ખાસ જગ્યા પર જ ફેટ જમા કરવા લાગે છે. ઉદાહરણ તરીકે મેનોપોઝ પછી મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનની માત્રા ઓછી થવા લાગે છે. તેનાથી તેમના પેટની આજુબાજુ ચરબી એકઠી થાય છે. તો પુરુષોમાં ડિસ્ટ્રીબ્યૂશનના પ્રોબ્લેમને કારણે પેટની ચરબી વધવા લાગે છે.

જિન્સ પણ એક કારણ છે: કેટલીક વાર જેનેટિકક કારણોને લીધે શરીરના કેટલાક ભાગોમાં ચરબી જમા થવા લાગે છે. પુરુષોના કિસ્સામાં, આ ચીજ પેટની આસપાસ હોય છે. તેથી, જો તમારા ઘરના વડીલોને પેટની ચરબીની સમસ્યા છે, તો પછી જેનેટિકને લીધે, પેટમાં ચરબી વધવાની શક્યતા પણ વધી જાય છે.

હોર્મોન્સ: લેપ્ટિન નામનું એક હોર્મોન હોય છે જે શરીરને પેટ ભરવા માટે સંકેત આપે છે. જો શરીરમાં આ લેપ્ટિન હોર્મોનની ઉણપ હોય, તો તમને પેટ ભરેલું હોય તેવો અનુભવ મોડો થાય છે. આ કારણે તમે વધુ ભોજન કરો છો અને તમારા પેટની ચરબી વધવા લાગે છે.

તણાવ: પેટની ચરબી વધવામાં તણાવ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે તણાવના કારણે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધે છે. આ ચીજ પેટની આસપાસ ચરબી એકઠી કરવા લાગે છે. તેનાથી પેટની ચરબી વધવા લાગે છે. જેમ જેમ પેટની ચરબી વધે છે, કોર્ટિસોલ વધારે વધે છે અને તેથી તમારું પેટ વધતું જાય છે. આ બધા ઉપરાંત જ્યારે બાયપોલર ડિસઓર્ડર અને સિઝોફ્રેનિઆની સમસ્યા થાય છે ત્યારે પણ પેટ બહાર આવે છે.